અમદાવાદ-

ગુજરાત પોલીસમાં રેકોર્ડ માં સૌ પ્રથમ ગુનો અમદાવાદના આંનદનગર પોલીસે નોંધ્યો વ્હેલ એમ્બરગ્રીસનો તસ્કરીનો. જે અંગે આનંદ નગર પોલીસે વ્હેલ અંબરગ્રીસ ના 5 કિલો ૩૫૦ ગ્રામ જથ્થા સાથે 3 ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. માનવામાં આવી રહયું છે કે આંતરાષ્ટ્રીય બજારમાં તેની કિમંત અંદાજે ૭ કરોડ થાય છે. પોલીસે આ રેકેટના ૩ કમીશન એજન્ટની ધરપકડ કરી પરંતુ વેચનાર અને ખરીદનાર બંને આરોપીઓ ફરાર છે જેની શોધખોળ પોલીસે હાથ ધરી છે.

આરોપીઓની પોલીસે પ્રાથમિક પુછપરછ કરતા સામે આવ્યુ કે, ખાલિદ અને શરિફ નામના બંને આરોપી કે ભાવનગર અને કેશોદના રહેવાશી છે. તેઓ આ અંબરગ્રીસ લાવ્યા હતા અને રાજસ્થાનના વતની સુમેરની મદદથી તેનુ વેચાણ કરવાના હતા. પરંતુ અમદાવાદમાં આ સોદો પુરો થાય તે પહેલા જ પોલીસે તમામની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કર્યો હતો. મહત્વની વાત એ છે કે સુમેર શાકભાજીના ટ્રેડિંગનુ કામ કરે છે. ઉપરાંત ખાલિદ અને શરીફ છુટક મજુરી કરે છે જેથી આ ૩માંથી એક પણ આરોપી દરિયાઈ કામ સાથે સંકળાયેલો નથી. માટે વ્હેલ માછલીની અંબરગ્રીસ વેચનાર અને ખરીદનાર બંને આરોપીઓ અલગ અલગ છે, જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.