વલસાડના ઉદ્યોગપતિ દ્વારા રામ મંદિરના નિર્માણ માટે ૫ કરોડનું દાન
18, ફેબ્રુઆરી 2021

વલસાડ વલસાડના વાપીજીઆઈડીસીના અગ્રણી પાયાના ઉદ્યોગપતિ અને યુપીએલ લિમિટેડ કંપનીના ચેરમેન રજ્જુ શ્રોફે રામ મંદિરના નિર્માણ માટે રૂપિયા ૫ કરોડનો દાન આપી અન્ય ઉદ્યોગપતિઓને રામમંદિરના નિર્માણ કાર્યમાં આગળ આવવા પ્રેરણા આપી હતી  યુપીએલ લિમિટેડ કંપનીના ચેરમેન રજ્જુ શ્રોફ જેઓ વલસાડ જિલ્લા ના રામ મંદિર સમર્પણ નિધિના ચેરમેન પણ છે. રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંધના સંચાલક મોહન ભાગવતના અધ્યક્ષ સ્થાને મુંબઇ ખાતે યોજાયેલા રામ મંદિર સમર્પણ નિધિના કાર્યક્રમ માં રજ્જુ શ્રોફ અને તેમના પરિવારે અયોધ્યાના રામ મંદિર નિર્માણ માટે ૫ કરોડનો ચેક અર્પણ કરી ભગવાન રામ ના આર્શીવાદ પ્રાપ્ત કર્યા હતા મોહન ભાગવતે રજ્જુ શ્રોફના યોગદાનને સ્વીકાર કર્યો હતો. વલસાડ જિલ્લાના રામ મંદિર સમર્પણ નિધિના ચેરમેને રામ મંદિર નિર્માણ માટે ૫ કરોડનું યોગદાન આપીને વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution