સુરેન્દ્રનગરમાં વીજશોક લાગતાં ૩નાં મોતઃ૪ને ઈજા

સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરના બુબવાણા પાસે મજૂરો ભરીને જતી ટ્રેક્ટરની ટ્રોલીને વીજવાયર અડી જતાં અકસ્માત થયો હતો. વીજશોક લાગતાં એમપીના ત્રણ મજૂરનાં ઘટનાસ્થળે મોત થયાં હતાં, જ્યારે ૬ મજૂર દાઝી ગયા હતા. તમામ મૃતકો અને ઈજાગ્રસ્તો મૂળ મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના અલીરાજપુર તાલુકાના હોવાનું સામે આવ્યું છે. વીજશોક એટલો ભયંકર હતો કે ટ્રેક્ટરના આગળનાં ચારેય ટાયરો બળી ગયાં હતાં.સુરેન્દ્રનગરના બુબવાણા પાસે આજે મોટી દુર્ઘટના ઘટી હતી. ટ્રેક્ટરની ટ્રોલીને વીજવાયર અડી જતાં વીજશોકથી ત્રણ મજૂરે જીવ ગુમાવ્યા છે તેમજ ૬ મજૂર દાઝી ગયા છે. દસાડા પીએસઆઈ વી.આઈ. ખડિયા સહિતનો પોલીસ સ્ટાફ તાકીદે બુબવાણા ગામે દોડી ગયો હતો.દસાડા પોલીસે તાકીદે ઘટનાસ્થળે પહોંચી ત્રણેય મજૂરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપ્યા હતા, જ્યારે ઈજાગ્રસ્ત મજૂરોને ગંભીર હાલતમાં સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલમા ખાસેડવામાં આવ્યાં હતા. પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. દસાડા પીએસઆઇ વી.આઈ.ખડિયા સહિતનો પોલીસ સ્ટાફ તાકીદે બુબવાણા ગામે દોડી ગયો હતો તેમજ આ ઘટનાની જાણ થતાં પાટડી પ્રાંત કલેકટર આઈ.એ.એસ.- જયંતસિંહ રાઠોડ, પાટડી મામલતદાર જી.પી.પટેલ અને નાયબ મામલતદાર રઘુભાઇ ખાંભલા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે અને બાદમાં હોસ્પિટલે દોડી ગયા હતા. આ ટ્રેક્ટરમાં બેસીને મજૂરો ખેતરમા કાલા વીણવા જતા હતા ત્યારે આ ગોઝારી ઘટના બની હતી.બુબવાણાના સરપંચે અગાઉ ગ્રામપંચાયતના લેટર પેડ પર પીજીવીસીએલને આ નીચા વાયરો અંગે લેખિત રજૂઆત કરી હતી છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા હતા. મજૂરો ભરેલી ટ્રોલી સાથેનું ટ્રેક્ટર ગામમાંથી ખેતરે પહોંચે એ પહેલાં રસ્તામાં જ આ ગોઝારી ઘટના બની હતી.

મૃતકોનાં નામ

• ઉર્મિલાબેન અજયભાઈ (ઉંમર વર્ષ ૨૫)

• લાડુબેન ભરમાભાઈ

(ઉ.વ ૫૦)

• કાજુભાઈ મોહનભાઈ

(ઉંમર વર્ષ ૩૫)

ઈજા પામનારી વ્યક્તિઓ

• બાલી બેન લાભુભાઈ

• નરેશભાઈ મોહનભાઈ

• સુરમજી નિકેતભાઈ

• સુખીબેન કાળુભાઈ

• રૂદ કાજુભાઈ

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution