વલસાડ

વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા જરૂરિયાતમંદોને સહાયરૂપ થવા વિવિધ આઠ સ્‍થળોએ રક્‍તદાન કેમ્‍પ યોજવામાં આવ્‍યા હતા. કેમ્‍પ દરમિયાન કુલ ૪૯૬ યુનિટ રક્‍ત એકત્ર કરવામાં આવ્‍યું હતું.આ રકતદાન શિબિરોમાં જિલ્લાના શિક્ષણ તંત્ર સાથે જાેડાયેલા તમામ શૈક્ષણિક, બિન શૈક્ષણિક કર્મચારીઓ અને પ્રજાજનોએ મહત્તમ સંખ્‍યામાં સ્‍વૈચ્‍છાએ રક્‍તદાન શિબિરમાં જાેડાઈ રક્‍તદાન કરી જરૂરિયાતમંદોને મદદરૂપ થયા હતા. આઠ રક્‍તદાન કેમ્‍પ પૈકી સ્‍વામિનારાયણ હાઈસ્‍કૂલ ધારાનગર વલસાડ ખાતેથી ૩૭ યુનીટ બ્‍લડ, એન.આર.રાઉત હાઈસ્‍કૂલ નાનાપોંઢામાં ૩૪ યુનીટ, સ્‍વામિનારાયણ હાઈસ્‍કૂલ ધારાનગરમાં ૬૩ યુનીટ, કોળી પટેલ સાંસ્‍કૃતિક હોલ ફણસામાં ૧૧૫ યુનીટ, એન.ડી.એન. હાઈસ્‍કૂલ વાપી ખાતે ૫૨ યુનીટ, એસ.પી.પટેલ.સાર્વ હાઈસ્‍કૂલ ધરમપુરમાં ૬૪ યુનીટ, એમ.કે.મહેતા હાઈસ્‍કૂલ ઉમરગામ ખાતે ૧૦૧ યુનીટ, સાકાર વાંચન કુટિર આવધા ધરમપુર ખાતે ૩૦ યુનીટ વગેરે વિવિધ સ્‍થળોએથી કુલ ૪૯૬ યુનીટ બ્‍લડ એકત્રિત થયુ હતું.