મોબાઇલમાં પોર્નોગ્રાફી ફોરવર્ડ કરવાના આરોપસ ચાઇલ્ડ પોર્નોગ્રાફી અંતર્ગત 3 યુવકોની ધરપકડ 
21, જુલાઈ 2021

સિદ્ધપુર-

એક તરફ દેશમાં રાજ કુન્દ્રાની પોર્ન ફિલ્મો બનાવવાના મામલે ધરપકડ થતા સનસનાટી મચી છે ત્યારે પોર્ન ફિલ્મો અને પોર્નોગ્રાફી અંગે સ્થાનિક લેવલ પર પણ કામગીરી થઈ રહી છે. દરમિયાન મોબાઇલમાં પોર્નોગ્રાફી ફોરવર્ડ કરવાના આરોપસર પાટણની સિદ્ધપુર પોલીસે ૩ યુવકોની ધરપકડ કરી છે. આ યુવકો પર આરોપ છે કે તેઓ પોતાના મોબાઇલ ફઓનમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીના વીડિયો ડાઉનલોડ કરી અને જુદા જુદા લોકોને ફોરવર્ડ કરતા હતા. આવા ૫૫ વ્યક્તિઓને તેમણે આ વીડિયો ડાઉનલોડ કર્યા હોવાની માહિતી સામે આવતા સિદ્ધપુર પીઆઈ દ્વારા આ અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી.

સિદ્ધપુર શહેરના મુક્તિધામ નજીક આવેલા મોતિરામનો ઢાળ પાસે રહેતા અરવિંદ ધીરુજી ઠાકોર , ફુલપુરા ગામમાં રહેતા સચિન અમરસંગ ઠાકોર તેમજ રાજપુરમાં આવેલી કૃષ્ણનગર સોસાયટીના દિપકજી છનાજી ઠાકોર સદર ત્રણેના ઈસમોના મોબાઈલ ફોન જપ્ત કરી ગાંધીનગર ખાતે સાયબર સેલ ના નાયબ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ડેટા રિસ્ટોર માટે મોકલી આપ્યા હતા જેનો રિપોર્ટ આવતા ત્રણેયના મોબાઈલ ફોનો માંથી ચાઈલ્ડ પોર્નો ગ્રાફીના વિડિઓ મળી આવ્યા હતા.જેથી ત્રણેય વિરુદ્ધ ધી ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ ૨૦૦૮/ ની કલમ ૬૭ ( બી ) મુજબ ગોનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કાર્યવાહી થતા ચાઈલ્ડ પોર્નો ગ્રાફીના વિડિઓ ડાઉનલોડ કરી વાયરલ કરનારા તત્ત્વોમાં ફફડાટ વ્યાપી ગઈ છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution