નર્મદા-

રોજગારી માટે ગયેલા નર્મદા જિલ્લાના 3 આદીવાસી યુવાનોને 57 દિવસ સુધી માનસિક-શારીરિક ત્રાસ અપાયો હોવાનો એક દર્દનાક કિસ્સો સામે આવ્યો છે. જો કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી હરેશ વસાવા અને નર્મદા પોલીસની મધ્યસ્થતાથી એ યુવાનો પોતાના ઘરે પરત ફરવામાં સફળ થયા છે. ભોગ બનનાર યુવાનોનું કહેવું છે કે, અમારા જેવા તો કેટલાયે લોકો ત્યાં ફસાયા છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના મોટા લિમટવાડા ગામના લક્ષ્‍મણ વસાવા, હરિસિંહ વસાવા તથા હીરાભાઈ વસાવા રોજગારી માટે ભરૂચ ગયા હતા. એ ત્રણેવને શક્તિનાથ ચોકડી નજીકથી એક દલાલ કડીયાકામ કરવાનું છે એમ કહીને બિલ્લીમોરા નજીકના ધોલાઈ ધક્કા ગામે લઈ જાય છે. આ યુવાનમાં એક જણે ગામના એક યુવાને ફોન કર્યા બાદ નર્મદા પોલિસને લેખિતમાં જાણ કરતા તમામ યુવાનોનો 57 દીવસ બાદ છૂટકારો થયો છે. યુવાનો કહે છે કે અમને પણ એ જગ્યા અમે જિંદગીભર ભૂલી નહિ શકીએ. હાલ તો નર્મદા પોલીસે આ ત્રણ જન ને છોડાવવામાં સફરતા મળી છે. જોકે આ ત્રણે યુવાનોના કહેવા મુજબ હજુ ત્યાં 10થી વધુ અન્ય જિલ્લાના લોકોને ગોંધી રાખવામાં આવ્યા છે, નર્મદા પોલીસ દ્વારા આ તમામ લોકોની શોધખોળ શરૂ કરી છોડાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે, હાલ ગામના 3 યુવાનો સહિ સલામત ફરી ગામમા આવતા ગામમાં ખુશીનો માહોલ સર્જાયો છે.