ગાંધીધામ, મોદી સરકારે એક મોટો ર્નિણય લીધો છે. કેન્દ્ર સરકારે ઘઉંના નિકાસ પર શરતી પ્રતિબંધ મૂકી દીધો છે. ઘરેલૂ બજારમાં ઘઉંની વધતી જતી કિંમતોને ધ્યાનમાં રાખીને આ ર્નિણય લેવામાં આવ્યો છે. પરંતુ આ કારણે કંડલા પોર્ટ પર સ્થિતિ વણસી ગઈ છે. કેન્દ્ર સરકારના ઘઉંની નિકાસ પર પ્રતિબંધ આપતા કંડલામાં ડામાડોળ સ્થિતિ જાેવા મળી છે. આશરે ૫૦૦૦થી વધુ ટ્રકો અને ટેલરના ગલીઓમાં લાઈનો લાગી ગઈ છે. કારણ કે, બે દિવસથી ઘઉંના હેન્ડલીંગની કામગીરી બંધ કરાઈ છે. ઘરેલૂ બજારમાં ઘઉંની વધતી જતી કિંમતોને ધ્યાનમાં રાખીને આ ર્નિણય લેવામાં આવ્યો છે. સરકાર તરફથી તેનું એક નોટિફિકેશન પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. ઘઉંની વૈશ્વિક કિંમતોમાં અચાનક વધારો થયો છે, જેના પરિણામ સ્વરૂપે ભારતના પાડોશી દેશો અને અન્ય વિકાસશીલ દેશોની ખાદ્ય સુરક્ષા ખતરામાં દેખાઈ રહી છે. રશિયા અને યુક્રેનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ઘઉંની આંતરાષ્ટ્રીય કિંમતમાં લગભગ ૪૦ ટકાનો વધારો નોંધાયો છે. જેના કારણે ભારતમાંથી નિકાસ વધી ગઈ છે. માંગ વધવાથી સ્થાનિક સ્તરે ઘઉં અને લોટની કિંમતમાં ભારે વધારો જાેવા મળી રહ્યો છે. જાેકે, ઘઉંની નિકાસ અમુક શરતો સાથે ચાલું રહેશે. સરકારનો આ ર્નિણય પહેલાથી જ કરારબદ્ધ નિકાસ પર લાગુ થશે નહીં. કેન્દ્ર સરકારના નોટિફિકેશન બાદથી જ કંડલા પોર્ટ પર ઘઉં ભરેલી ગાડીઓનો ભરાવો થઈ ગયો છે. ટ્રક ટેલર ખાલી ન થતા ડ્રાઈવરમાં આક્રોશ જાેવા મળી રહ્યો છે. ડ્રાઈવર્સ અહી બે દિવસથી અટવાઈ પડ્યા છે. આ કારણે કંડલા ખાતે ડ્રાઈવરોએ પરિવહન પણ રોક્યુ છે. જેથી પોલીસે ઘટના સ્થળે મામલો થાળે પાડવાની કાર્યવાહી હાથ ધરવી પડી છે. કંડલા બંદરે બે દિવસથી ઘઉં હેન્ડલીંગની કામગીરી પણ બંધ કરાઈ છે. નોંધનીય છે કે, ઘઉંની ખરીદી માટે ન્યૂનતમ સમર્થન મૂલ્ય ૨,૦૧૫ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. દેશમાં ઘઉં અને લોટનો છૂટક ફુગાવો એપ્રિલમાં વધીને ૯.૫૯% થયો છે જે માર્ચમાં ૭.૭૭% હતો. આ વર્ષે ઘઉંની સરકારી ખરીદીમાં લગભગ ૫૫% ઘટાડો થયો છે કારણ કે ખુલ્લા બજારમાં ઘઉંની કિંમત સ્જીઁ કરતા ઘણી વધારે છે.

ગાડીમાં લઇ જવાતા ૩૦ હજારના શંકાસ્પદ ઘઉં સાથે બે શખ્સ પકડાયા

કંડલા મરિન પોલીસે ત્રણ દિવસ પહેલાં વાડામાંથી ૧.૭૨ લાખના શંકાસ્પદ ઘઉંના જથ્થા સાથે એકને પકડ્યા બાદ, આજે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે સર્કિટ હાઉસ સામે ડાલો ગાડીમાં લઇ જવાતા રૂ.૩૦ હજારની કિંમતના શંકાસ્પદ ઘઉંના જથ્થા સાથે બે જણાની અટક કરી કાયદેસર કાર્યવાહી કરી હતી. ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન ગુડ્‌સ સાઇડ પુલિયાથી ઓસ્લો સર્કલ તરફ ડાલો ગાડીમાં શંકાસ્પદ ઘઉંનો જથ્થો લઇ જવાઇ રહ્યો હોવાની બાતમીના આધારે ટાગોર રોડ પર સર્કિટ હાઉસ સામે વોચ ગોઠવી બાતમી મુજબની ગાડી આવતાં રોકી તે ગાડીમાં ભરેલા ઘઉંના કટ્ટાના આધાર પુરાવા મગાયા હતા જે તેમની પાસે ન હોતાં ભારતનગરની આશાપુરા સોસાયટીમાં રહેતા અતુલ ઉર્ફે અર્જુન દયારામભાઇ ભાનુશાલી અને કંડલા સર્વા ઝૂંપડામાં રહેતા ભગુ કાળુભાઇ કાલવેલ્યાની ચોરી કે છળકપટી મેળવેલા શંકાસ્પદ રૂ.૩૦,૬૦૦ ની કિંમતના ૧,૭૦૦ કિલોગ્રામ ઘઉંની ૩૪ બોરી જપ્ત કરી અટક કરી હતી.