ગાંધીનગર-

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૭ તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ નવસારીના ગણદેવીમાં પોણા ચાર ઈંચ વરસાદ ખોબકયો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા અને વલસાડના ધરમપુરમાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૭ તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસા નોંધાયો છે.

જ્યારે નવસારીમાં ગત મોડી રાતથી વરસાદની પધરામણી થઇ છે. લાંબા વિરામ બાદ વરસાદી માહોલ બન્યો છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. વરસાદને પગલે ધરતીનો તાત હરખાયો છે. નવસારી સીટી અને સુરતના ચોર્યાસી, પલસાણા અને મહુવામાં ૨ ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. આજે સવારથી ૮ વાગ્યા સુધીમાં ૧૨ તાલુકામાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જાેર રહ્ય્šં. સૌથી વધુ વરસાદ વલસાડ સીટીમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. નવસારીના તમામ તાલુકામાં વરસાદ નોંધાયો છે. નવસારીના જલાલપોરમાં ૦.૭૫ ઇંચ, ચીખલીમાં ૦.૭૯ ઇંચ, ખેરગામમાં ૦.૬૬ ઇંચ અને વાંસદામાં ૦.૯૧ ઇંચ વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ મહેર કરી છે. સવારે ૬ વાગ્યાથી ૧૦ વાગ્યાના સમયગાળામાં દક્ષિણ ગુજરાતના ૩ જિલ્લામાં સારો એવો વરસાદ થયો છે. સૌથી વધુ ૫ ઈંચ વરસાદ વલસાડમાં નોંધાયો છે. જ્યારે નવસારીના ચીખલી અને વલસાડના પારડીમાં ૨-૨ ઈંચ ખાબક્્યો છે. જ્યારે ગણદેવીમાં ૪૧ મિમિ, ખેરગામમાં ૨૯ મિમિ, વાંસદામાં ૨૩ મિમિ વરસાદ નોંધાયો છે. ગઈકાલે નવસારીના ગણદેવી તાલુકામાં સૌથી વધુ ૮૯ મિમિ એટલે કે ૪ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.