છોટાઉદેપુર

આગામી તા. ૨૮મી, ફેબ્રુઆરીના રોજ યોજાનારી છોટાઉદેપુર જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં ૯૪ ઉમેદવારો તેમનું નસીબ અજમાવશે. આગામી તા. ૨૮મી, ફેબ્રુઆરીના રોજ સમગ્ર રાજયની જેમ છોટાઉદેપુર જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી પણ યોજાશે. જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને ઉમેદવારોપત્રો ભરવાની પ્રક્રિયા તા. ૧૩મી, ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થઇ હતી. તા. ૧૫મી, ફેબ્રુઆરીના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરતા છોટાઉદેપુર જિલ્લા પંચાયતની ૩૨ બેઠકો માટે ૯૯ ઉમેદવારીપત્રો માન્ય રહ્યા હતા. તા. ૧૬મી, ફેબ્રુઆરીના રોજ ઉમેદવારી પરત ખેંચવાના દિવસે માન્ય ઠરેલ ૯૯ ઉમેદવારીપત્રો પૈકી ૫ ઉમેદવારોએ તેમના ઉમેદવારીપત્રો પરત ખેંચતા છોટાઉદેપુર જિલ્લા પંચાયતની ૩૨ બેઠકો માટે ૯૪ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામવાની સ્થિતિ સ્પષ્ટ થઇ ચૂકીછે. ઉમેદવારી પત્રો પરત ખેંચાયા બાદ છોટાઉદેપુર જિલ્લા પંચાયતની ચૂંટણી માટે પક્ષવાર ઉમેદવારો પર એક નજર કરીએ તો છોટાઉદેપુર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે તમામ ૩૨ બેઠકો પર ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે.