‘ભરૂચ જનતા અપક્ષ ગ્રુપ’ના ૪૪ ઉમેદવારો મેદાનમાં
30, જાન્યુઆરી 2021

ભરૂચ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થતાં જ ફૂલ ગુલાબી ઠંડીમાં રાજકીય ગરમી વધી રહી છે. એક તરફ ભરૂચ નગરપાલિકામાં છેલ્લા ૨૭ વર્ષથી એકધારું ભાજપનું શાસન ચાલી રહ્યું છે. ત્યારે પ્રજાલક્ષી કામગીરી થઈ છે કે નહીં તે પ્રજાએ વોટ આપી જાહેર કર્યું છે. ૨૮ ફેબ્રુઆરીના રોજ ભરૂચ નગરપાલિકા માટે મતદાન થવાનું સત્તાવાર જાહેર થઈ ગયું હોય ભરૂચમાં રાજકીય રંગત જામી રહ્યું છે. ભરૂચમાં ભાજપ,કોંગ્રેસ સહિત અન્ય પક્ષો જ્યારે નગરપાલિકા ઈલેક્સનમાં પોતાને પ્રજાના હિતેચ્છુ સાબિત કરવા મેદાને ઉતરવાના છે. ત્યારે “ભરૂચ જનતા અપક્ષ” બેનર હેઠળ એક પ્રેસ કોંફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ નગરપાલિકાને હસ્તક કરવા ૪૪ સભ્યોને મેદાને ઉતારવાનું નક્કી કરી ચુક્યા છે. અપક્ષોમાં યુવાનો અને મહિલાઓને ખાસ તેમની કામગીરી પ્રમાણે સમાવેશ કરી આગેવાની આપવામાં આવશે તેમજ જે પણ અમારા આ ગ્રુપમાં જાેડાશે તે ઉમેદવાર પોતે ચૂંટણી જીત્યા બાદ અન્ય પોલિટિકલ પક્ષમાં નહિ જાેડાય તેવી જનતા સમક્ષ બાંહેધરી આપવી પડશે. જાે જન સમર્થનથી અપક્ષ પેનલનો વિજય થાય છે તો પાણીવેરામાં ૫૦% રાહત, રોડ રસ્તાના કામ સગા સંબંધી કે ઓળખીતાને નહિ પણ જે ટેન્ડર પ્રમાણે કામગીરી કરશે તેને જ કામ આપવામાં આવશે જેવા ૨૫ જેટલા મુદ્દાઓ જાહેર કરી આ પ્રમાણે કામગીરી કરવા ભરૂચ જનતા અપક્ષના આગેવાન કમલેશ મઢીવાળા અને નિવૃત સરકારી કર્મચારી બિપિનચંદ્ર જગદીશવાલા અને અન્ય સભ્યોએ વચન આપ્યું હતું. ભરૂચ જનતા અપક્ષમાં ૧. બીપીનચંદ્ર જગદીશનવાલા (નિવૃત સિવિલ એન્જીનીયર) ૨. નિલેશ પરમાર (ભવ્ય ભરૂચ સોસિયલ મીડિયા ગ્રુપ) ૩. શ્યામ પરમાર (દલિત સમાજ આગેવાન) ૪. હેમંત વસાવા (આદિવાસી સમાજ આગેવાન) ૫. મૌલેશ પ્રજાપતિ-(ચાર્ટડ એકાઉન્ટન્ટ) ૬. ડૉ. નિરંજન એલ. મકવાણા (ડૉકટર) ૭. ગંભીર જગમાલભાઈ ગોહિલ (ખેડૂત આગેવાન) ૮. રવીકુમાર મિસ્ત્રી (સામાજિક કાર્યકર, ટાઇગર એકતા ગ્રુપ) ૯. રવિન્દ્ર પટેલ ( સામાજિક કાર્યકર) ૧૦. કમલેશ મઢીવાલા ( નોટરી, એડવોકેટ, સામાજિક અગ્રણી) મેદાને ઉતરવા માટે એક મંચ ઉપર આવ્યા છે. આ વખતે અપક્ષ મેદાન મારી ન જાય તે માટે સત્તાપક્ષ અને વિપક્ષ સહિતના રાજકીય હોદ્દેદારોએ મિટિંગોનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે નાત, જાત, ધર્મ, સગા, સાગા સંબંધી, મિત્ર વર્તુળના રાજકરણથી ઉપર આવી પ્રજા હિતમાં કામગીરી કરનાર ઉમેદવારોને પ્રજા વોટ આપશે કે નહીં તે તો આવનાર સમયે દેખાશે પણ હાલ તો ભરૂચ નગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષ, વિપક્ષ અને હવે અપક્ષના ઉમેદવારોએ પોતાનો પ્રચાર શરૂ કરી ફૂલ ગુલાબી ઠંડીમાં રાજકીય ગરમાવો જમાવતા જાેવા મળી રહયા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution