સુરતમાં મ્યુકરમાઇકોસીસના વધુ ૫ દર્દી દાખલ, ૩ દર્દીની આંખ કઢાઈ
31, મે 2021

સુરત,શહેરમાં મ્યુકરમાઇકોસીસનો કહેર યથાવત છે મ્યુકરમાઇકોસીસના દર્દીઓની સંખ્યામાં સતત વધારો જાેવા મળી રહ્યો છે સિવિલ અને સ્મિમેરમાં વધુ નવા ૫ દર્દીઓ દાખલ થયા છે કુલ ૧૮૦ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે શનિનારે ત્રણ દર્દીઓની આંખો કાઢવામાં આવી હતી અને ૧૦ જેટલી સર્જરી કરવામાં આવી હતી. સુરત કોરોના કહેર બાદ આવે મ્યુકરમાઇકોસીસ વકરી રહ્યો છે શહેરમાં દિન પ્રતિદિન માઇકોસિસના કેસમાં વધારો જાેવા મળી રહ્યો છે. શનિવારે નવી સિવિલ હોસ્પિટલમાં વધુ ૩ દાખલ થયા છે હાલ સિવિલ હોસ્પિટલમાં ૧૩૧ દર્દી સારવાર લઈ રહ્યા છે. અત્યાર સુધીમાં ૧૮૫ સારવાર લઈ ચુક્યા છે. સિવિલ હોસ્પિટલમાં શનિવારે ઈ.એન.ટી,આંખ અને દાંત વિભાગના તબીબોએ નાની મોટી મળી કુલ ૧૦ સર્જરી કરી છે, જેમાં ૩ દર્દીઓની આંખ કઢાવમાં આવી હતી અને ૧૫૯ સર્જરી ડેન્ટલ તબીબોની ટિમ દ્વારા કરવામાં આવી છે, અને ૧૦ જેટલી સર્જરી કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલમાં ૧૭ લોકોના મૃત્યું થયા છે.મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં શનિવારે વધુ ૨ દર્દી દાખલ થયા છે હાલ ૪૯ દર્દી સારવાર હેઠળ છે અત્યાર સુધીમાં ૨૦૪ દર્દી સારવાર લઈ ચુક્યા છે અને કુલ ૩૧ દર્દીની સર્જરી થઈ ચૂકી છે કુલ ૧૦ દર્દીના મૃત્યું થયા છે. સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલ મળી કુલ ૨૭ લોકો મોતને ભેટયા છે અને સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૪ દર્દીની આંખ કાઢવામાં આવી છે સ્મીમેર હોસ્પિટલમાં ૪ દર્દીની આંખ કાઢવામાં આવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution