ડભોઇ-

ડભોઇ સહિત સમગ્ર ગુજરાત જળમગ્ન બન્યું છે. ઠેર ઠેર ગુલાબ વાવાઝુડાને પગલે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ડભોઇ વઢવાના સિંચાઇ તળાવ ની જળસપાટી 54.88 એ પહોચી હતી. જિલ્લા કલેક્ટર ના આદેશ અનુશાર વઢવાના તળાવ નું લેવલ જાળવા આઉટલેટ કેનાલ 3 અને 4 માં 60 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ઉપરવાસ માં વરસાદ ને પગલે 69 ક્યુસેક પાણીની આવક થવાની સંભાવના છે.

ડભોઇ ના વઢવાના સિંચાઇ તળાવ ની જળસપાટી 54.88 એ પહોચી છે. સમગ્ર ગુજરાત માં હાલ વરસાદ ની ભારે આગાહી ને ધ્યાનમાં રાખી જળસપાટી વધે નહીં તેની કાળજી રાખવા ડભોઇ, કરજણ અને વડોદરા ગ્રામ્ય ના મામલતદાર તેમજ તાલુકાવિકાસ અધીકારીઓ ને જિલ્લા કલેક્ટર માથી સૂચના અપાઈ છે. જ્યારે ઉપરવાસ માં વરસાદ ને પગલે જોજવા અને ઓરસંગ નદીમાં ભારે પાણીની આવક છે. ત્યારે જોજવા ડેમ ના પાણી વઢવાણા સિંચાઇ તળાવ માં ખાલી કરવામાં આવતા હોય હાલ જળ સપાટી 54.88 છે ભય જનક સપાટી સુધી તળાવ પહોચે નહીં તે માટે તંત્ર દ્વારા આઉટલેટ કેનાલ 3 અને 4માં 60 ક્યુસેક પાણી છોડવા નિર્ણય લેવાયો છે. ઉપરવાસ માં વરસાદ થી 69 ક્યુસેક પાણીની આવક થવાની સંભાવના ને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાયો છે વઢવાના સિંચાઇ તળાવ ની જળસપાટી જાળવી રાખવા નિર્ણય લેવાયો છે.