વડોદરા, તા.૬

વડોદરા શહેર-જિલ્લાની કુલ ૧૦ વિધાનસભા બેઠકો માટે શાંતિપૂર્ણ રીતે થયેલા મતદાનમાં ૨૬.૦૬ લાખ મતદારો પૈકી ૧૭.૧૬ લાખ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતા સરેરાશ ૬૫.૮૩ ટકા મતદાન નોંઘાયુ છે. મતદાન પૂર્ણ થતા જ નોડલ અધિકારીઓની દેખરેખ હેઠળ તમામ પોલીંગ સ્ટેશનમાંથી ઈવીએમને સીલ કરાયા હતા, અને ત્યારબાદ વોટિંગ મશીનને પોલિટેકનિક સ્થિત સ્ટ્રોંગ રૂમમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા. જ્યાં ત્રીસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ઉપરાંત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે.ગુરૂવારે સવારે ૮ વાગ્યા થી મતગણતરી હાથ ઘરવામાં આવશે.

વડોદરા શહેર-જિલ્લામાં વિધાનસભા બેઠક પ્રમાણે મતદાનની ટકાવારી જાેતા સૌથી વધારે મતદાન પાદરા બેઠક પર ૭૬.૭૯ ટકા નોંધાયું છે, જ્યાં કુલ ૧,૮૨,૮૮૭ મતદારોએ મતદાન કર્યું હતું. ત્યારબાદ સાવલી વિધાનસભા બેઠક પર ૭૫.૭૭ ટકા મતદાન નોંધાયું છે, આ બેઠક પર કુલ ૧,૭૪,૭૭૪ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વાઘોડીયા બેઠક પર ૭૩.૮૮ ટકા મતદાન થયુ છે. જ્યાં કુલ ૧,૮૨,૧૬૨ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ ડભોઈ વિધાનસભા બેઠક પર ૭૨.૯૯ ટકા મતદાન થયું, જ્યાં કુલ ૧,૬૯,૮૧૯ મતદારોએ મતદાન કર્યું હતું. કરજણ વિધાનસભા બેઠક પર ૭૧.૪૩ ટકા મતદાન થયું, જ્યાં કુલ ૧,૫૨,૩૮૧ મતદારોએ વોટિંગ કર્યું હતું.

જ્યારે વડોદરા શહેર વિધાનસભા બેઠક પર ૧.૮૪ લાખ જેટલા મતદારોએ મતદાન કરતા ટકાવારી ૬૦ ટકાએ પહોંચી હતી. તો, માંજલપુર વિધાનસભા બેઠક પર ૫૯.૫૪ ટકા મતદાન નોંધાયું છે, જ્યાં કુલ ૧,૫૬,૮૬૧ મતદારોએ મતદાન કર્યું હતું. અકોટા બેઠક પર ૧,૬૩,૭૯૬ મતદારોએ મતદાનનો ઉપયોગ કર્યા ત્યાં મતદાનની ટકાવારી ૫૯.૩૬ ટકા નોંધાઈ હતી. સયાજીગંજ વિધાનસભા બેઠક પર ૫૮.૯૧ ટકા મતદાન નોંધાયું છે, અહીં કુલ ૧,૭૭,૩૦૩ મતદારોએ મતદાન કર્યું હતું. રાવપુરા વિધાનસભા બેઠક ૧,૭૧,૮૯૧ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતા ૫૭.૬૯ ટકા મતદાન નોંધાયું હતું. આમ જિલ્લાની પાંચ બેઠકોની સરખામણીએ વડોદરા શહેરની પાંચ બેઠકો પર ઓછુ મતદાન થયુ છે પરંતુ રાજ્યના અન્ય મહાનગરપાલિકા વિસ્તાર કરતા વડોદરા શહેરમાં વધુ મતદાન થયું છે.

આજે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરી અતુલ ગોરે સ્ટ્રોંગરૂમની મુલાકાત લીધી હતી તથા સુરક્ષા વ્યવસ્થા તેમજ અન્ય આનુષંગિક વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું.હવે તા.૮મી ગુરૂવારે સવારે ૮ વાગ્યાથી તમામ ૧૦ બેઠકોની મતગણતરી પોલીટેકનિક ખાતે હાથ ઘરવામાં આવશે.

વર્ષ ૨૦૧૭ ની ચૂંટણીની સરખામણીમાં ૭.૩૩ ટકા ઓછુ મતદાન થયુ

વડોદરા શહેર-જિલ્લાની ૧૦ વિઘાનસભા બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં આ ગત વર્ષ ૨૦૧૭ની ચૂંટણી કરતા આ ઓછુ વખતે નિરસ મતદાન રહ્યુ હતુ.વર્ષ ૨૦૧૭ની ચૂંટણીમાં વડોદરાની ૧૦ બેઠકો પર ૭૩.૧૬ ટકા જેટલુ મતદાન થયુ હતુ.જ્યારે આ વખતે ૬૫.૮૩ ટકા જેટલુ મતદાન થયુ હતુ. આમ ગત ચૂંટણીની સરખામણીમાં આ વખતે ૭.૩૩ ટકા ઓછુ મતદાન થયુ છે.આમ મતદારોએ આ ચૂંટણીમાં ખાસ ઉત્સાહ દાખવ્યો ન હતો.

વડોદરા શહેર – જિલ્લાની કઈ બેઠક પર કેટલા ટકા મતદાન થયુ

બેઠક વર્ષ ૨૦૧૭ વર્ષ ૨૦૨૨

સાવલી ૭૭.૪૩ ૭૫.૭૭

વાઘોડિયા ૭૬.૯૪ ૭૩.૮૮

ડભોઈ ૭૯.૭૪ ૭૨.૯૯

વડોદરા શહેર ૬૮.૩૩ ૬૦.૦૨

સયાજીગંજ ૬૭.૭૪ ૫૮.૯૧

અકોટા ૬૭.૫૧ ૫૯.૩૬

રાવપુરા ૬૬.૯૧ ૫૭.૬૯

માંજલપુર ૬૮.૯૯ ૫૯.૫૪

પાદરા ૮૦.૭૪ ૭૬.૭૯

હ્લરજણ ૭૭.૩૧ ૭૧.૪૩

કુલ ૭૩.૧૬ ૬૫.૮૩