22, ઓગ્સ્ટ 2020
દિલ્હી-
ભારત સહિત 180 થી વધુ દેશોમાં કોરોનાવાયરસનો કહેર છે. કોવિડ-19 થી અત્યાર સુધીમાં 2.26 કરોડથી વધુ લોકો ઝપટમાં આવી ગયા છે. આ વાયરસે 7.93 લાખથી વધુ દર્દીઓનાં જીવ લીધા છે. ભારતમાં પણ કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.
આરોગ્ય મંત્રાલય દ્વારા શનિવારે સવારે જારી કરવામા આવેલા આંકડા મુજબ, દેશમાં ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધીને 29,75,702 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 69,878 નવા કેસ નોંધાયા છે. એક દિવસમાં જોવા મળેલા આ સૌથી વધુ કેસ છે. આ સમય દરમિયાન દેશમાં 945 કોરોના ચેપગ્રસ્ત લોકો પણ મૃત્યુ પામ્યા છે. 22,22,578 દર્દીઓ ઠીક થયા છે અને અત્યાર સુધીમાં કુલ 55,794 લોકો મૃત્યુ પામ્યા છે.
રિકવરી રેટ વિશે વાત કરવામાં આવે તો તે થોડો વધારો થયા પછી 74.69 ટકા પર પહોંચી ગયો છે. પોઝિટિવિટી રેટ 6.82 ટકા છે. 21 ઓગસ્ટનાં રોજ દેશમાં 10,23,836 કોરોના સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ હતુ. એક દિવસમાં પરીક્ષણ કરવામા આવેલા આ સૌથી મોટી સંખ્યામાં સેમ્પલો છે. અત્યાર સુધીમાં કુલ 3,44,91,073 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ છે. નોંધપાત્ર વાત એ છે કે દેશનાં લગભગ તમામ રાજ્યોમાંથી કોરોના દર્દીઓ આવી રહ્યા છે. એવા ઘણા રાજ્યો છે, જે આ રોગચાળાને હરાવવામાં સફળ રહ્યા છે.