જૂનાગઢ, જૂનાગઢ તાલુકાના વાલાસીમડી ગામની સીમમાંથી ૩૪૫ આધારકાર્ડ અને ૫૧૧ સાદી ટપાલોનો એક જથ્થો બિનવારસી હાલતમાં ગ્રામજનોને ધ્યાનમાં આવ્યો હતો. જે અંગે તાત્કાલિક જુનાગઢ મામલતદાર અને વાલાસીમડીના તલાટી મંત્રીને જાણ કરાઈ હતી. તપાસ કરતા આધારકાર્ડ અને સાદી ટપાલોનો જથ્થો ધોરાજી પોસ્ટ ઓફિસમાંથી રવાના થયા હોવાનું ખુલતાં રાજકોટ જિલ્લાની ધોરાજી પોસ્ટ ઓફિસને જાણ કરાતા ધોરાજી પોસ્ટ ઓફિસના અધિકારીઓ દોડી આવ્યા હતા.તેમણે મળી આવેલ ૩૪૫ આધારકાર્ડ અને ૫૧૧ સાદી ટપાલો કબજે કરી હતી. પ્રાથમિક તપાસમાં ૨૦૧૯ માં બનેલા આ આધારકાર્ડ હોવાનું ખુલ્યું છે. ગામના લોકોના જણાવ્યા અનુસાર, સીમ વિસ્તારમાં આ થેલો કોઈ ફેંકી ગયું હતું પરંતુ તાજેતરમાં થયેલા વરસાદથી પાણી ભરાયેલા હતા જે પાણી ઉતરી જતા આધારકાર્ડ અને સાદી ટપાલો આસપાસના ખેડૂતોની નજરમાં ચડ્યા હતા.આ અંગે તલાટી મંત્રી અને મામલતદારને જાણ કરાઇ હતી. જે આધારકાર્ડ ઉપર અત્યારે નાગરિકોની મોટાભાગની અરજીઓ અહેવાલ થઈ શકે છે જરૂરી દસ્તાવેજ તરીકે જેનો ઉપયોગ કરવામાં આવે છે તે આધારકાર્ડ અને પોસ્ટ વિભાગ ઉપર વિશ્વાસ મોકલવામાં આવેલ કવર તથા પત્રો ધોરાજીથી આટલે દૂર કયા કારણોસર ? કોના દ્વારા ? ફેંકી દેવામાં આવ્યો છે. તે હાલમાં તપાસનો વિષય બન્યો છે.