સુરત-

સુરત ફાયર વિભાગ દ્વારા છેલ્લા બે અઠવાડિયાથી હોસ્પિટલોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા ૬ દિવસથી ફાયર વિભાગ કાર્યવાહી કરી રહ્યું છે. નોટિસ બાદ પણ ફાયર સેફ્ટી ઉભી ન કરતા ફાયર વિભાગે ૭ હોસ્પિટલ, ૧ હોટલ અને ટેક્સટાઈલ માર્કેટની ૧૯૭ દુકાનો સામે કાર્યવાહી હાથ ધરી હતી.

મહાનગરોમાં હોસ્પિટલો અને બિલ્ડિંગોમાં ફાયર સેફટીના મુદ્દે હાઈકોર્ટે લાલ આંખ કરી હતી. હાઈકોર્ટ સમક્ષ સુરત સહિત તમામ મહાનગરપાલિકાઓએ રિપોર્ટ રજૂ કરવાનો છે ત્યારે છેલ્લા છ મહિનામાં આ હોસ્પિટલોને ત્રણ-ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી છતાં ફાયર સેફટીનો અભાવ હોવાથી મધરાતથી સવાર સુધી આ કાર્યવાહી ચાલુ રાખી હતી. જે હોસ્પિટલોને સીલ કરવામાં આવી છે તેમાં મોટા ભાગની હોસ્પિટલોમાં દર્દી દાખલ હતા. જેથી દર્દીઓના વોર્ડને બાદ કરતા ખાલી તમામ વોર્ડ, રિસેપ્શન, તબીબોની ચેમ્બર સહિત ઓફિસો સીલ કરી દીધી હતી. છેલ્લા એક મહિનામાં ફાયર વિભાગે ૪૦ હોસ્પિટલોમાં મોકડ્રીલ હાથ ધરી હતી અને ખામી જણાતા નોટિસ ફટકારી હતી. આ ઉપરાંત ફાયર વિભાગે કોર્મિશિયલ કોમ્પ્લેક્ષોને સીલ કરવાની પણ કાર્યવાહી કરી હતી. અત્યાર સુધીમાં ૫૨ જટેલી હોસ્પિટલને સીલ મારી દેવામાં આવ્યા છે.