અમદાવાદ,

ભારતીય હવામાન વિભાગ મુજબ પશ્ચિમ-મધ્ય અને બંગાળની ખાડીમાં ચક્રવાતી ક્ષેત્ર બન્યું છે. જેના કારણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થશે. જો કે મુંબઇના ચેમ્બૂર અને અંધેરીના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઇ છે. હવામાન વિભાગે મુંબઇમાં બપોરે 1 વાગ્યા સુધી હાઇ ટાઇઝની ચેતવણી આપી હતી. તો સાથે જ ગુજરાતમાં પણ વરસાદની ખરાબ સ્થિતિને જોતા કચ્છ અને રાજકોટ માટે એનડીઆરએફની 7 ટીમો રવાના કરવામાં આવી છે.

હવામાન વિભાગના કહેવા મુજબ આવનારા 4-5 દિવસોમાં મધ્ય અને ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થશે. ગત 24 કલાકમાં મહારાષ્ટ્રના થાણેમાં 28 સેમી, સાંતાક્રુઝમાં 20.1 સેમી, કોલાબામાં 12 સેમી વરસાદ રેકોર્ડ થયો છે. હવામાન વિભાગ આ સાથે જ આવનારા 3 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી પણ આપી છે. આ સિવાય દરિયામાં પણ ઊંચી લહેરો ઊભી થવાની જાહેરાત કરી છે. જેના કારણે આ સમયે માછીમારોને દરિયા ન ખેડવાની સલાહ આપી છે.

મુંબઇના અનેક વિસ્તારમાં રહી રહીને વરસાદ થઇ રહ્યો છે. કેટલાક સ્થળોમાં ભારે વરસાદે પડી રહ્યો છે. સાથે જ ચેમ્બૂર, વડાલા, ઘારાવી, અંધેરી જેવા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ શરૂ થઇ ગઇ છે.અને ટ્રાફિક પણ અહીં સમસ્યા બનેલો છે. મુંબઇના અનેક નાળા અને સબ વે ઓવરફ્લો થઇ રહ્યા છે. અને હાઇ ટાઇડનો ખતરો પણ મુંબઇમાં બનેલો છે.

ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ ગત 48 કલાકથી ભારે વરસાદ થઇ રહ્યો છે. અહીં પણ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે. રાજકોટમાં ભારે વરસાદના કારણે બોલેરો પુલથી પડીને નદીમાં પલ્ટી ગઇ છે. જેમાં એક વ્યક્તિ પાણીમાં ડૂબ્યો છે. અને અન્ય લોકોના જીવ સ્થાનિકો બચાવવામાં સફળ રહ્યા છે. બીજી તરફ સુરેન્દ્રનગપમાં પણ વીજળી પડવાથી એક ખેડૂતની મોત થઇ છે.