વડોદરા, તા.૧૮

વડોદરા શહેરની ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન (આઈએમએ) દ્વારા ૭૪મી વાર્ષિક સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ કોન્ફરન્સનું બે દિવસીય તા.૧૯ અને ર૦મી નવેમ્બર આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસની કોન્ફરન્સમાં મેડિકલ ક્ષેત્રના નિષ્ણાત તબીબો દ્વારા મેડિકલ ક્ષેત્રે થયેલા અને થઈ રહેલા સંશોધન અને સારવાર ટેકનિક, નીતનવા રોગોની છણાવટ કરશે. આ સાથે કલ્ચરલ પ્રોગ્રામ અંતર્ગત અંકિત તિવારીના મનોરંજન કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે. ૭૪મી એન્યુઅલ મેડિકલ કોન્ફરન્સ અંગે આઈએમએના જાેઈન્ટ સેક્રેટરી અને કાર્યક્રમના ઓર્ગેનાઈઝિંગ કમિટીના સેક્રેટરી ડો. પ્રજ્ઞેશ શાહ, પ્રેસિડેન્ટ ડો. મિતેષ શાહે જણાવ્યું હતું કે આ બે દિવસીય કોન્ફરન્સનું આયોજન તા.૧૯મીના રોજ નેશનલ હાઈવે પર આવેલ દુમાડ ચોકડી પાસે બનયન પેરેડાઈઝ ગ્રાઉન્ડ ખાતે અંકિત તિવારીના મ્યુઝિકલ ફેસ્ટાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે મેડિકલ કોન્ફરન્સ સમા-સાવલી રોડ સ્થિત લીલેરિયા બેન્કવેટ ખાતે રાખવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.