દિલ્હી-

અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબજા બાદ પરિસ્થિતિ ખરાબથી ખરાબ થઈ રહી છે. ભારત સરકાર દરરોજ ફસાયેલા ભારતીયોને સુરક્ષિત બહાર કાઢી પરત લાવી રહી છે. આ ભારતીયોની સાથે અફઘાની શીખો અને હિન્દુઓને પણ પરત લાવવામાં આવી રહ્યા છે. અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ કેવી રીતે દિન પ્રતિદિન ખરાબ થઈ રહી છે તેનું ભયાનક ચિત્ર અફઘાનિસ્તાનમાંથી બચાવેલા લોકોની આંખોમાંથી સ્પષ્ટ દેખાય છે. જે પ્રવાસીને કાબુલમાંથી બહાર કાવામાં આવ્યા હતા અને એર ઇન્ડિયાની દુશાંબે-દિલ્હી ફ્લાઇટમાં સવાર હતા તેમણે 'જો બોલે સો નિહાલ સત શ્રી અકાલ' અને 'વાહેગુરુ જી કા ખાલસા વાહેગુરુ જી કી ફતેહ'ના નારા પણ લગાવ્યા હતા. ભારતીય વાયુસેનાનું વિમાનમાં કાબુલથી 78 લોકોને લઈને દિલ્હી પહોંચ્યું છે. જેમાં 25 ભારતીયોનો સમાવેશ થાય છે. આ સાથે અફઘાન શીખો અનો હિન્દુ પરિવારો પણ સામેલ છે. જે પોતાના ગુરુ ગ્રંથ સાહિબની 3 નકલો પોતાની સાથે લાવી રહ્યા છે. એરફોર્સ C-17, C -19, એરફોર્સ 130 જે અને એર ઇન્ડિયાના વિમાનો કાબુલથી લોકોને સલામત રીતે પરત લાવવા સતત રોકાયેલા છે. કાબુલમાં પરિસ્થિતિ ખરાબ થાય તે પહેલા ભારત સરકાર તમામ ભારતીય નાગરિકો અને અફઘાન હિંદુ અને શીખ લોકોને પરત લાવવાનો પ્રયાસ કરી રહી છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ મહિલાઓની સ્થિતિ ત્યાં ઘણી દયનીય બની છે. અહીં ફસાયેલી મહિલાઓ દરેક ક્ષણે ભયના છાયામાં જીવવા માટે મજબૂર બની છે. તે જ સમયે કાબુલમાંથી બહાર આવેલી કેટલીક મહિલાઓ હજુ પણ ભયાનક દ્રશ્ય ભૂલી શકી નથી.