દિલ્હી-

ભીમા કોરેગાંવ હિંસા કેસના મામસે જેમની અટકાત થઇ હતી તે 84 વર્ષના ફાધર સ્ટેનનું અવસાન થયું છે. તેમની તબિયત ખરાબ થવાના કારણે તેમને 30 હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેઓની તબિયત લાંબા સમયથી ખરાબ હતી. આથી રવિવારે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતાં રાષ્ટ્રિય માનવાધિકાર આયોગ દ્વારા ફાદર સ્ટેન સ્વામીની સ્વાસ્થ્ય સંબંધી સ્થિતીને ફરિયાદ મુદ્દે  મહારાષ્ટ્ર સરકારને નોટિસ પણ આપવામાં આવી હતી. જે નોટિસમાં (NHRC)એ તેમને જીવન બચાવના પગલા હેઠળ માલિકને યોગ્ય તબીબી સંભાળ અને સારવાર પૂરી પાડવા માટેના દરેક પ્રયત્નો કરવામાં આવે છે અને તેના મૂળભૂત અધિકારો સુરક્ષિત છે. તેની ખાતરી કરવા જણાવ્યું છે. આયોગે ફરિયાદમાં લગાવવામાં આવેલા આરોપો અને નવી મુંબઈની તલોજા જેલમાં સ્વામીની સારવારના રેકોર્ડ અંગે પણ રિપોર્ટ માંગ્યો છે. NHRC ને 16 મેના રોજ ફરિયાદ મળી હતી કે, કોવિડ -19 સંક્રમણ દરમિયાન સ્ટેન સ્વામીને તબીબી સુવિધાઓનો ઇનકાર કરવામાં આવ્યો હતો. જેના લઇને કમિશને નવી મુંબઈની તલોજા જેલમાં બંધ સ્વામીના મેડિકલ રેકોર્ડ્સ સંબંધિત રિપોર્ટ પણ માંગ્યો હતો.