25, જુલાઈ 2024
નવીદિલ્હી |
1980 |
સરકારે દ્ગઁજી એટલે કે નવા પેન્શન પર બજેટમાં આ મોટી જાહેરાત કરી હતી. કર્મચારીઓ પહેલા દ્ગઁજીમાં માત્ર ૧૦ ટકા યોગદાન આપતા હતા, તેઓને હવે ૧૪ ટકા યોગદાન આપવું પડશે.નેશનલ પેન્શન સ્કીમ એટલે કે દ્ગઁજી દિવસેને દિવસે લોકપ્રિય બની રહી છે. પહેલા સરકારી ક્ષેત્રના કર્મચારીઓ તેમાં જાેડાયા હતા અને હવે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ પણ તેમાં જાેડાઈ રહ્યા છે. એવામાં હવે કેન્દ્ર સરકારે જૂની પેન્શનની સરખામણીમાં નવી પેન્શન સ્કીમ એટલે કે દ્ગઁજીને ખૂબ જ આકર્ષક બનાવી છે.
સરકારે દ્ગઁજી એટલે કે નવા પેન્શન પર બજેટમાં આ મોટી જાહેરાત કરી હતી. જાણીતું છે કે અગાઉ, સરકારી ક્ષેત્રના કર્મચારીઓમાં એમ્પ્લોયરના યોગદાનની મર્યાદા ૧૦ ટકાથી વધારીને ૧૪ ટકા કરવામાં આવી હતી. હવે આ સુવિધાનો લાભ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને પણ આપવામાં આવ્યો છે.નાણામંત્રી ર્નિમલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં કહ્યું હતું કે, 'રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ હેઠળ કપાત હવે વધારી દેવામાં આવી છે. હવે એમ્પ્લોયર કર્મચારીઓના મૂળ પગારમાંથી ૧૦ ટકાના બદલે ૧૪ ટકા કાપશે.' આનો અર્થ એ થયો કે હવે તમારો વધુ પગાર દ્ગઁજી ટેક્સ ફ્રીમાં જશે અને તમારું રિટાયરમેન્ટ ફંડ વધુ મજબૂત બનશે. આ ૧૪ ટકા એમ્પ્લોયરના યોગદાન પર ડિડક્શન લાભ ફક્ત તે જ કંપનીઓને લાગુ પડશે જે નવી ટેક્સ સિસ્ટમ પસંદ કરે છે.
આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો જાે તમારી બેઝિક સેલેરી ૫૦ હજાર રૂપિયા છે અને તમે નેશનલ પેન્શન સિસ્ટમમાં યોગદાન આપો છો, તો પહેલા દર મહિને ૫૦૦૦ રૂપિયા આપવા પડતાં હતા પરંતુ હવે દ્ગઁજીમાં યોગદાન ૧૪ ટકા એટલે દર મહિને ૭,૦૦૦ રૂપિયાનું યોગદાન આપવું પડશે.
જણાવી દઈએ કે નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે દ્ગઁજી એ સરકારની નિવૃત્તિ લાભ યોજના છે. ખાનગી કંપનીઓમાં કામ કરતા લોકો સિવાય સામાન્ય માણસ પણ તેમાં રોકાણ કરી શકે છે. એકવાર રોકાણ કરનાર વ્યક્તિ ૬૦ વર્ષનો થઈ જાય પછી આ યોજનામાંથી નિયમિત પેન્શન મળે છે. આ યોજના હેઠળ, સબસ્ક્રાઇબરનું યોગદાન વિવિધ પ્રકારની સંપત્તિઓમાં રોકાણ કરવામાં આવે છે. સબ્સ્ક્રાઇબર તેની જાેખમ લેવાની ક્ષમતા મુજબ ઓછા જાેખમ અને ઉચ્ચ જાેખમવાળા રોકાણ વિકલ્પોનો ઉપયોગ કરી શકે છે.