ગમે તેટલાં પૈસા આપો, એવો ફોન નહીં જ મળે, જે ૧૦ વર્ષ સુધી ચાલે! વધુમાં વધુ ૩ વર્ષ ચાલશે. એ પછી બેટરી ઉતરી જાય, ફોન ધીમો થઈ જાય, હેંગ થવા માંડે, બધી ઝંઝટ શરુ થઈ જાય છે. તમે એવું સમજતાં હોય કે આજના યુગની વસ્તુઓ જૂના જમાનાની જેમ ટકાઉ નથી, તો તમે ભીંત ભૂલ્યા! તે એક માન્યતાથી વધુ કાંઈ નથી! આજે દરેક વસ્તુ બદલવી પડતી હોય તો તેની પાછળ એક મોટું ષડ્યંત્ર, એક મોટું જૂઠ છુપાયેલું છે! એક કાવતરું છે! અને એ છે - ફિબસ કાર્ટેલ!
ચાલો મારા આ પ્રશ્નનો જવાબ આપો - તમે તમારા ઘરના ટ્યૂબલાઇટ અને બલ્બ કેટલાં દિવસે બદલો છો? જવાબ એવો હોઈ શકે કે - છ મહિને કે એકાદ વર્ષે, ટૂંકમાં ૧૦૦૦ કલાકના વપરાશ બાદ બદલવા પડે છે, પણ હું એવું કહું કે - એક એવો બલ્બ આ દુનિયામાં આજે પણ બળી રહ્યો છે, જે એક મહિનો કે એક વર્ષથી નહીં, પણ છેલ્લા ૧૨૨ વર્ષથી અવિરત છે! આ બલ્બ કોઈ એડિસને નથી બનાવ્યો, પણ એડોલ્ફ ચેલેટ નામના ફ્રેન્ચ એન્જિનિયરે બનાવ્યો હતો. જાેકે, આપણે નાનપણથી વાંચ્યું અને સાંભળ્યું છે કે મહાન શોધક થોમસ આલ્વા એડિસને બલ્બની શોધ કરી હતી. અહીં આપણી સામે પહેલું જૂઠ બોલવામાં આવે છે. આવા અનેક જૂઠની એક સત્ય હકીકત આજે વાંચો, ચોંકી જશો!
લેખકોએ લખ્યું છે કે એડિસને બલ્બ બનાવ્યો હતો, પરંતુ તેમણે જણાવ્યું નથી કે એડિસન પહેલાં અન્ય લોકો પણ હતા, જેમણે બલ્બની શોધ કરી હતી. એડિસન પહેલા ઓછામાં ઓછા ૩ લોકોએ બલ્બ બનાવ્યો હતો. આ શોધ સાથે કેટલીક સમસ્યાઓ હતી, પરંતુ તેમ છતાં હતા તો બધા બલ્બ જ. તમે ખાસ કરીને એક વ્યક્તિનું નામ જાણતા હશો. તેનું નામ હતું જાેસેફ સ્વાન. વર્ષ ૧૮૬૦માં સ્વાને કાર્બન-સમૃદ્ધ પેપર ફિલામેન્ટનો ઉપયોગ કરીને બલ્બ બનાવ્યો હતો અને ૧૮૭૮માં તેની પેટન્ટ પણ યુકેમાં લેવામાં આવી હતી.
ફેબ્રુઆરી ૧૮૭૯માં તેમણે એક લેક્ચર દરમિયાન આ બર્નિંગ બલ્બનું પ્રદર્શન પણ કર્યું હતું. જાેકે, આ બલ્બ સામાન્ય ઉપયોગ માટે લાવી શકાયો ન હતો. બલ્બની અંદર પ્રકાશ પેદા કરવા માટે, વાળ સમાન પાતળા ફિલામેન્ટમાંથી પ્રવાહ પસાર કરવો પડતો હતો. ફિલામેન્ટ ગરમ થતું અને પછી તેમાંથી પ્રકાશ નીકળતો હતો. જાેકે, સમસ્યા એ હતી કે ફિલામેન્ટ બળતાની સાથે જ તૂટી જતું હતું. આવી સ્થિતિમાં તે સમયના તમામ શોધકો એવું ફિલામેન્ટ શોધવા માગતાં હતા, જે લાંબા સમય સુધી ટકી શકે. એક રસ્તો એવો મળ્યો, જેમાં કાચના શેલમાં વેક્યૂમ બનાવવાનો હતો અને પછી ફિલામેન્ટ રાખવામાં આવે, જેથી અંદર કોઈ ઓક્સિજન ન હોય અને ફિલામેન્ટ ઝડપથી બળી ન જાય અને લાંબા સમય સુધી ચાલે.
જાેકે, જાેસેફ સ્વાન પાસે એવા અદ્યતન સાધનો ન હતા. તેથી જ તેના બલ્બનો વ્યવસાયિક ઉપયોગ કરી શકાયો ન હતો. તે જ સમયે, એડિસન અમેરિકામાં બલ્બને લગતા કેટલાક પ્રયોગો પણ કરી રહ્યા હતા. નવેમ્બર ૧૮૭૯માં તેમણે નવા પ્રકારના ફિલામેન્ટનો ઉપયોગ કરીને બલ્બ બનાવ્યો હતો. ડિઝાઈન એવી જ હતી, જે સ્વાન દ્વારા બનાવવામાં આવી હતી. સ્વાને એડિસનની દેખરેખ હેઠળ પોતાના બલ્બમાં પણ સુધારો કર્યો હતો અને ઈંગ્લેન્ડમાં ઇલેક્ટ્રિક કંપની શરૂ કરી હતી.
અહીં એડિસન અમેરિકામાં પોતાની કંપની બનાવી રહ્યા હતા અને સમગ્ર વિશ્વમાં તેમના વીજળીના વ્યવસાયને ફેલાવવાનું સપનું પણ સેવ્યું હતું. આખી દુનિયાનો અર્થ માત્ર બે દેશ હતા. અમેરિકા અને બ્રિટન. ધીમે ધીમે બાકીના યુરોપના દેશો પણ આમાં ઉમેરાયા હતા. અહીં બધુ આધુનિકીકરણ થઈ રહ્યું હતું, પણ એડિસન બ્રિટન પહોંચતા જ તેણે જાેયું કે સ્વાન ત્યાં પેટન્ટ લઈને બેઠાં હતા. તેણે પેટન્ટની ચોરી માટે સ્વાન સામે દાવો માંડ્યો હતો. સ્વાન કેસ જીતી ગયા હતા. આ પછી, સ્વાને અમેરિકામાં તેના કાર્બન ફિલામેન્ટની પેટન્ટ ફાઇલ કરી હતી. ૧૧ જુલાઈ, ૧૮૯૨ના રોજ પોતાનો ર્નિણય આપતી વખતે, પેટન્ટ ઓફિસે એવું જણાવ્યું કે આ પેટન્ટ સ્વાનને પણ આપવામાં આવે. લડાઈ ખૂબ ગંભીર બની રહી હતી, પરંતુ એડિસન એક મહાન ઉદ્યોગપતિ પણ હતા. તેણે જાેસેફ સ્વાન તરફ ભાગીદારીનો હાથ લંબાવ્યો અને તેઓએ સાથે મળીને એડિસન સ્વાન નામની કંપની બનાવી હતી. એડિસને બીજી ઘણી કંપનીઓ બનાવી હતી. જાેકે, છેલ્લે બધી કંપનીઓને મર્જ કરીને જનરલ ઇલેક્ટ્રિક કંપની શરૂ કરવામાં આવી હતી. જનરલ ઇલેક્ટ્રિક વિશ્વની સૌથી મોટી કંપનીઓમાંની એક તરીકે ઉભરી હોવાથી એડિસનને પાછળથી લાઇટ બલ્બની શોધનો શ્રેય આપવામાં આવ્યો હતો.
હવે આપણી વાત પર પાછા ફરીએ તો ૧૦૦ વર્ષ પછી પણ આપણાં ખિસ્સા ખાલી કરતું એ ષડયંત્ર આગામી દિવસોમાં ઘડવાનું હતું. આ તેની પૂર્વભૂમિકા હતી. આ ષડ્યંત્ર કેવી રીતે ઘૂસી ગયું, એની આ બલ્બ સાથે જાેડાયેલી બીજી એક સ્ટોરી સમજાે, જે જૂઠાણા કરતાં વધુ કાવતરું હતું. એક ષડયંત્ર, જેના કારણે આજે પણ આપણે જે બલ્બ વાપરીએ છીએ એ બિન-ટકાઉ છે અને બલ્બની પાછળ પાછળ ફોન પણ !