દિલ્હી-

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પહેલીવાર મુખ્યમંત્રી બન્યા બાદ દિલ્હી પહોચ્યા હતા. નવી દિલ્હીની એક દિવસીય તેમની આ મુલાકાતે દરમિયાન પહેલી વાર મુલાકાત આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સાથે થઇ હતી. મુખ્યપ્રધાન બન્યા બાદ રાષ્ટ્રપતિ સાથે આ તેમની પ્રથમ મુલાકાત છે. તાજેતરમાં જ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ પછી ભાજપના નેતૃત્વએ ગુજરાતની લગામ ભૂપેન્દ્ર પટેલને સોંપી છે. તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા બાદ કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. ભૂપેન્દ્ર પટેલ રાષ્ટ્રપતિને મળ્યા બાદ તેમણે ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુને પણ મળ્યા હતા. જે રીતે ગુજરાતમાં પરિવર્તન આવ્યું તેને જોતા આ વિશેષ મુલાકાત પણ કહી શકાય છે. ભૂપેન્દ્ર પટેલ આજે પ્રથમવાર ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમજ ઉપ રાષ્ટ્રપતિ એમ.વૈંકેયા નાયડુની શુભેચ્છા સૌજન્ય મુલાકાત કરી હતી ભૂપેન્દ્રભાઈ પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૌજન્ય શુભેચ્છા મુલાકાત માટે પણ પહોંચ્યા હતા. ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને રક્ષાપ્રધાન રાજનાથ સિંહને પણ સૌજન્ય શુભેચ્છા મુલાકાત હેતુસર મળ્યા હતા. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે.પી. નડ્ડાને પણ શુભેચ્છા મુલાકાત માટે મુખ્યપ્રધાન નવી દિલ્હીમાં મળવાના છે.