આગામી ૩ વર્ષમાં ૧૦ હજાર વધારાના નોન-એસી કોચ બનાવવામાં આવશે ઃ અશ્વિની વૈષ્ણવ
25, જુલાઈ 2024 નવીદિલ્હી   |   594   |  



નાણા પ્રધાન ર્નિમલા સીતારમણે સંસદમાં મોદી સરકાર ૩.૦ નું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. બજેટની રજૂઆત દરમિયાન દેશની જનતાની નજર રેલવેને લગતી જાહેરાતો પર પણ ટકેલી હતી. જાેકે આ સમગ્ર સામાન્ય બજેટ દરમિયાન રેલવે શબ્દનો માત્ર એક જ વખત ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પરંતુ બજેટ સમાપ્ત થયા પછી તરત જ કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કરોડો રેલ્વે મુસાફરો માટે સારા સમાચાર આપ્યા છે.રેલવે મંત્રીએ મધ્યમ વર્ગ અને ઓછી આવક ધરાવતા પરિવારોને ખુશખબર આપતા કહ્યું છે કે, ભારતીય રેલવે હાલમાં ૨૫૦૦ નોન-એસી કોચ બનાવી રહી છે. આ સાથે આગામી ૩ વર્ષમાં ૧૦ હજાર વધારાના નોન-એસી કોચ બનાવવામાં આવશે. ભારતીય રેલ્વેનો ઉદ્દેશ્ય ઓછી આવક ધરાવતા અને મધ્યમ વર્ગના પરિવારોને પોસાય તેવા ભાવે સુરક્ષિત રીતે મુસાફરી કરવા સક્ષમ બનાવવાનો છે.

ભારતીય રેલ્વેએ છેલ્લા કેટલાક વર્ષોમાં વંદે ભારત ટ્રેનો પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભારતીય રેલવે દ્વારા એક પછી એક નવી વંદે ભારત ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. આ મુદ્દે જ્યારે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને પૂછવામાં આવ્યું કે, શું ભારતીય રેલ્વેનું ધ્યાન માત્ર વંદે ભારત અને ફ્લેગશિપ ટ્રેનો પર રહેશે, ગરીબો માટેની ટ્રેનો પર નહીં. પ્રશ્નના જવાબમાં રેલ્વે મંત્રીએ કહ્યું કે, અમારી પાસે મોટી ઓછી આવક ધરાવતું જૂથ છે અને અમે તે જૂથને સંબોધિત કરી રહ્યા છીએ.આ સાથે રેલમંત્રીએ કહ્યું કે, હાલમાં વધુને વધુ લોકો નોન એસી મુસાફરી સેવાઓની માંગ કરી રહ્યા છે. તેથી ભારતીય રેલ્વેએ એક ખાસ અભિયાન શરૂ કર્યું છે. અમે ૨૫૦૦ નોન-એસી કોચ બનાવી રહ્યા છીએ. આગામી ૩ વર્ષમાં અમે નિયમિત ઉત્પાદન સમયપત્રક ઉપરાંત વધારાના ૧૦૦૦૦ નોન-એસી કોચનું ઉત્પાદન કરીશું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution