કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાની ધરપકડ થઇ શકે છે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, જુન 2024  |   5544

બેંગલુરુ:કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા મુશ્કેલીમાં મુકાયા છે. બેંગલુરુની એક કોર્ટે યેદિયુરપ્પા સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે. આ વોરંટ યેદિયુરપ્પા સામે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એટલે કે પોક્સો કેસ હેઠળ જાહેર કરવામાં આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, ૧૭ વર્ષની છોકરીની માતાની ફરિયાદના આધારે યેદિયુરપ્પા પર ર્ઁંઝ્રર્જીં એક્ટ અને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૫૪છ (યૌન ઉત્પીડન) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપ છે કે તેણે આ વર્ષે ૨ ફેબ્રુઆરીએ બેંગલુરુના ડોલર્સ કોલોનીમાં તેના નિવાસસ્થાને મીટિંગ દરમિયાન તેની પુત્રીનું જાતીય શોષણ કર્યું હતું.હકીકતમાં, થોડા મહિના પહેલા જ ૧૭ વર્ષની છોકરીની માતાએ આરોપ લગાવ્યો હતો કે યેદિયુરપ્પાએ આ વર્ષે ૨ ફેબ્રુઆરીના રોજ તેમના ઘરે એક મીટિંગ દરમિયાન તેમની પુત્રીનું યૌન શોષણ કર્યું હતું. મહિલાના નિવેદનના આધારે પોલીસે યેદિયુરપ્પા વિરુદ્ધ પોક્સો અને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૫૪છ (જાતીય સતામણી) હેઠળ કેસ નોંધ્યો હતો. હાલ યેદિયુરપ્પા દિલ્હીમાં છે. ઝ્રૈંડ્ઢ, જે તેમની વિરુદ્ધ ર્ઁંઝ્રર્જીં કેસની તપાસ કરી રહી છે, તેણે યેદિયુરપ્પા વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કરવા માટે કોર્ટમાં અરજી કરી હતી, જેમાં હવે તેમની વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. અગાઉ ગૃહમંત્રીએ કહ્યું હતું કે જાે જરૂર પડશે તો ઝ્રૈંડ્ઢ યેદિયુરપ્પાની ધરપકડ કરી શકે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution