દિલ્હી-

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે જણાવ્યું કે ૯૯ ટકા કોંગ્રેસી કાર્યકર રાહુલ ગાંધીને પોતાના નેતા માને છે અને તેમને અધ્યક્ષ તરીકે જાેવા માગે છે. ચિદમ્બરમે જણાવ્યુ કે મને ખબર નથી કે શું રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડવા જઈ રહ્યાં છે કે નહીં. રાહુલ ચૂંટણી લડી પણ શકે છે અને ન પણ લડે. કોંગ્રેસ અધ્યક્ષ માટે બીજા પણ ઉમેદવાર હોઈ શકે. પરંતુ પાર્ટી મે મહિના પછી અધ્યક્ષની ચૂંટણી કરી લેશે.

એક પાર્ટીના નેતા ફક્ત પાર્ટી સભ્યો દ્વારા ચૂંટાઈ શકે છે. મેં એવું પણ સૂચન કર્યું હતું કે શ્રીમતી ગાંધીને વચગાળાના અધ્યક્ષ બનાવવા જાેઈએ. મેં કહ્યું હતું કે પાર્ટીમાં એક પૂર્ણકાલીન અધ્યક્ષ હોવા જાેઈએ. મારુ હજુ પણ માનવું છે કે ચૂંટણી થવી જાેઈએ. મને લાગે છે કે વિધાનસભા ચૂંટણી પછી ચૂંટણી થશે. મેં છેલ્લા ૩ મહિનામાં લગભગ ૩૫ બૂથ કાર્યકરો સાથે મુલાકાત કરી હતી. લગભગ ૩૫ બેઠકોને સંબોધિત કરી. મેં મારા વિસ્તારના હજારો કાર્યકરો સાથે વાતચીત કરી. ૧૦૦ માં ૯૯ કાર્યકરો રાહુલ ગાંધીને પાર્ટી અધ્યક્ષ તરીકે જાેવા માગે છે પરંતુ તેનો ર્નિણય રાહુલ ગાંધીએ કરવાનો છે. ચિદમ્બરમે એવું પણ કહ્યું કે ભાજપ પુલવામા હુમલાનો રાજકીય ઉપયોગ કરીને સત્તામાં આવ્યો હતો અને પાછળથી થયેલી વિધાનસભાની ચૂંટણીમાં લોકોએ ભાજપની વિરૃદ્ધ મતો આપ્યા હતા. ભાજપ કોમી એજન્ડા, મુસ્લિમો-ખ્રિસ્તીઓ સામે નફરત, દેશમાં એક ભાષા, એક સંસ્કૃતિ, એક ખાનપાન વગેરેના વિચારને પ્રોત્સાહન આપે છે.