દિલ્હી-

દેશમાં કોરોનાની બીજી લહેરે ભારે તબાહી મચાવી હતી અને અત્યારે દેશ તેનાથી રાહત મેળવી રહ્યો છે, ત્યારે કોરોનાની ત્રીજી લહેરને લઇને અનેક ભવિષ્યવાણીઓ કરવામાં આવી રહી છે અને ચેતવણીઓ આપવામાં આવી રહી છે. દિલ્હી સ્થિત એઇમ્સજીના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ હાલમાં જ દેશમાં કોરોના વાયરસ સંક્રમણની ત્રીજી લહેરને લઇને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, કોરોનાની ગાઈડલાઈડનનું યોગ્ય રીતે પાલન ના કરવામાં આવ્યું અને ભીડભાડ ના રોકવામાં આવી તો આગામી ૬થી ૮ મહિનામાં જ કોરોનાની ત્રીજી લહેર દેશમાં દસ્તક આપી શકે છે.

જાે કે તેમના આ દાવાની વિરુદ્ધ કેટલાક ટોચના વાયરલોજીસ્ટ અને વૈજ્ઞાનિકોનું કહેવું છે કે દેશમાં કોરોના વાયરસ સંક્રમણની ત્રીજી લહેરનો ડર પાયાવિહોણો છે. તેમના પ્રમાણે દેશમાં જલદી કોરોના સંક્રમણ વધવાને લઇને ક્યાંય પણ કોઈ વૈજ્ઞાનિક આધાર ઉપલબ્ધ નથી. વાયરોલોજીસ્ટ ડૉ. ટી. જેકબ જાેનનું કહેવું છે કે, જ્યાં સુધી દેશમાં કોરોના વાયરસ સંક્રમણનો કોઈ નવો વેરિયન્ટ સામે નથી આવતો ત્યાં સુધી દેશમાં ત્રીજી લહેર સંભવ નથી. તેમનું કહેવું છે કે વર્તમાન કોરોના વેરિયન્ટ સંક્રમણમાં નવો વધારો પેદા ના કરી શકે. તેમણે કહ્યું કે, જુલાઈના અંત સુધીમાં આ મહામારી સતત ઘટવા લાગશે. પ્રભાવશાળી રણનીતિના કારણે આપણે કોવિડ-૧૯થી રાહત મેળવી શકીએ છીએ. તો અમેરિકામાં રહેતા ડૉ. રવિ ગોડસેએ પણ કોરોનાની ત્રીજી લહેરથી સંબંધિત મુદ્દા પર વાત કરી છે. તેમણે કહ્યું કે, મારું માનવું છે કે ભારતમાં સંક્રમિત થવાથી કોઈ નથી બચ્યું, પરંતુ જેને કોરોના થયો તેઓ ઠીક પણ થયા. રસી સારા પ્રમાણમાં લોકોને લાગી છે. કેસ આવી શકે છે, પરંતુ લહેર નહીં આવે. ૧ જુલાઈ સુધી આનો અંત થઈ જશે. તેમના પ્રમાણે ઑક્ટોબર સુધી ભારતમાં માસ્ક પણ ઉતરી જશે. ત્રીજી લહેરમાં બાળકોને થનારી અસરની શક્યતાઓ પર તેમણે કહ્યું કે, આ તદ્દન ખોટું છે. બાળકોમાં કે યુવાનોમાં કેસ જાેવા મળી રહ્યા છે, એ નિશાની છે કે વેક્સિનેશન ચાલી રહ્યું છે. બાળકોની રોગપ્રતિકારક ક્ષમતા વધારે સારી છે. હજારમાં ૧૦ બાળકો જ કોરોના સંક્રમિત જાેવા મળી રહ્યા છે.