ખાંભલા ગામે આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ ડોક્ટર ઝડપાયો
05, જુન 2021

વાંસદા વાંસદા પોલીસ સૂત્રોથી મળતી માહિતી મુજબ પોલીસ વિગભાને બાતમી મળી હતી કે, વાંસદા તાલુકાના ખાંભલા ગામે બજાર ફળિયા, પ્રાથમિક શાળાની સામે બોગસ દવાખાનું ચાલે છે જે બાતમીના આધારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાંભલાના ડોક્ટર હરીશકુમાર ચીમનભાઈ પટેલ સાથે તપાસ કરતા બોગસ ડોક્ટર આશિષ રવિન્દ્રભાઈ બિશ્વાસ ઉ.વ. ૩૫ રહે.ખાંભલા બજાર ફળિયા, પ્રાથમિક શાળાની સામે મૂળ રહે. બેલેડાંગા, તા. ગોબરડાંગા જિ. નોર્થ ૨૪ પરભોના ( કલકત્તા ) નાઓ પાસેથી કોઈપણ પ્રકારની માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર ગેરકાયદેસર ડોક્ટરનો હોદ્દો ધરાવી પોતાના કબજાના દવાખાનામાં મેડીકલ પ્રેક્ટિસ કરી એલોપેથી દવા, ઈન્જેકશન તથા ડોક્ટરી સાધન સામગ્રી મળી આવી હતી, જેની કુલ કિં. રૂ. ૩૩,૯૨૪/- ના મુદ્દામાલ સાથે પકડાઈ જતાં મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ વાંસદા પોલીસ મથકે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution