20, જુલાઈ 2020
વડોદરા, તા. ૧૯
મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલના મેઈન ગેટ પાસે હાલમાં કામગીરી ચાલી રહી છે. જેના કારણે ત્યાં આવેલી ગટરોના ઢાંકણા હાલમાં ખુલ્લા હતા. આજે સવારના સમયે એક કૂતરું તે પૈકીની એક ગટરમાં પડી ગયું હતું. જે જાતે બહાર ન નીકળી શકતા રાહદારીઓ દ્વારા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના લાશ્કરો દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચીને કૂતરાનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને કૂતરાને ગટરમાંથી બહાર કાઢયા બાદ ગટરના ઢાંકણાને પતરા વડે ઢાંકી દેવામાં આવ્યું હતું.