વાંસદા, વાંસદા પોલીસ સ્ટેશનની બાજુમાં રહેતા અજીત સિંહ બારૈયાના રહેણાંક મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. જાેત-જાેતામાં આગે મોટુ સ્વરૂપ લઈ લીધું હતું અજિત ભાઈ ઘરની બહાર નીકળી જતા કોઈ જાનહાની નહી સર્જાઈ હતી જ્યારે આગ કાબુમાં આવે તે પહેલા જ ઘરની તમામ ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી. આગમાં હજારો રૂપિયા નું નુકશાન થયું હોવાનું સ્થાનિકો પાસેથી મળતી માહિતી મુજબ વાંસદા દશેરા પાર્ટી વિસ્તાર પોલીસ સ્ટેશનની બાજુમાં રહેતા મહેન્દ્રસિંહ બારૈયા અને અજીતસિંહ બારૈયાના ઘરે રાત્રીના સમયે આશરે બે વાગ્યે ના સમયે ઘરમાં સળગાવેલ દિવાના કારણે આગ ફાટી નીકળી હતી. આગમાં ધુમાડો ઘરની નજરે પડતા અજિત ભાઈ રહીશો ઘરમાંથી નીકળી જઇ બુમાબુમ કરતા નજીકના રહીશો લોકો દોડી જઇ પાણીનો છંટકાવ શરૃ કર્યો હતો. મહેન્દ્રસિંહ બારૈયાના ઘરમાં આગ ભભુકી ઉઠી તે જાેતા રહીશો મદદમા આવી આગ બુઝાવાની કોશિશ કરી છતાં આગ કાબુમાં નહી આવતા વાંસદા પંચાયત ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયરની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી. ત્યાર બાદ આશરે ૩ થી ૪ વાગ્યા ના સમયે આગ પર કાબુમાં મેળવી લીધો હતો આ આગમાં મહેન્દ્રસિંહ બારૈયા નું ઘરવખરી તમામ ભસ્મીભૂત થઈ ગયું. અને તેમના ભાઈ અજીતસિંહ બારૈયાનું ઘર લાઈટ મીટર તે પણ આગથી બળી જવા પામ્યું હતું. ઘરના બહાર મુકેલ ખાંટલા પણ બળી ગયા તેવું નુકસાન થયું હતું. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી.