બીપીસી રોડ પર ગટરમાં થતા ગેસથી આગ ભભૂકી ઊઠતાં નાસભાગ મચી
06, એપ્રીલ 2022

વડોદરા, તા.૫

અલકાપુરી બીપીસી રોડ પર એચડીએફસી બેંકની સામે મુખ્ય રોડ પર ગટરમાં થયેલા ગેસને કારણે આગ ભભૂકી હતી, જેથી ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જાેકે આગ ઓલવવા જતાં ફાયરબ્રિગેડની ગાડી પણ લપેટમાં આવી ગઇ હતી. જાેકે બાદમાં ફોર્મ નો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.

વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં બીપીસી રોડ પર આવેલ એચડીએફસી બેંકની સામે મુખ્ય રોડ આજે બપોરે ગટરમાં થતાં ગેસને કારણે ઢાંકણામાંથી આગની જ્વાળાઓ નિકળતા લોકોમાં નાસભાગ મચી હતી. આ અંગેની જાણ ફ્યર બ્રિગેડને કરાતા ફાયરબ્રિગેડનો કાફલો ફાયર ટેન્ડર સાથે ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. જાેકે આગ ગેસને કારણે લાગી હોવાથી એ હવામાં પણ પ્રસરી હતી. જેથી આગ ઓલવી રહેલા ફાયરબ્રિગેડનુ વાહનનેપણ આગે લપેટામાં લઇ લીધુ હતુ.ફાયરબ્રિગેડની ગાડી એક ઢાંકણાથી નીકળતી આગની જ્વાળાઓ પર પાણી નાખી રહી હતી, ત્યારે ગટરના બીજા ઢાંકણામાંથી પણ આગ ભભૂકી હતી. એણે ફાયરબ્રિગેડની ગાડીને લપેટામાં લઇ લીધી હતી.આગ ઓલવવા દરમિયાન પણ જ્યારે પાણીનો મારો ચલાવાયો તો એમાંથી ધડાકા થઇ રહ્યા હતા. જાે કે બાદમાં ફાયરબ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.ઉલ્લેખનીય છે કે વડોદરામાં ગટરના ગેસને કારણે સર્જાતી દુર્ઘટના નવી નથી. આ પહેલાં પણ અલકાપુરી રોડ પર જ શહેરના પોલીસ કમિશનર બંગલોની સામે જ સાંજના સમયે ગટરના ગેસને કારણે ધડાકા સાથે એકબાદ એક ગટરનાં સાત ઢાંકણાં ઊછળ્યાં હતાં. આ ઘટનામાં એક કારનો કાચ તૂટી ગયો હતો અને એક કારના દરવાજાે વળી ગયો હતો.જ્યારે માંડવી મેન રોડ પર પણ અવાર નવાર આવી ઘટનાઓ બની છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution