/
તાપમાન ૩ ડિગ્રી ગગડતાં ચરોતરમાં ઠંડીનો ચમકારો

આણંદ : આણંદ- ખેડા સહિત પંથકમાં એકા એક તાપમાન પુનઃ ૩ ડિગ્રી ગગડતાં ૧૫ ડિગ્રી પહોંચી જવા પામ્યું હતું. સમગ્ર પંથકમાં આખો દિવસ ૭ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા ટાઢોળુ છવાઈ ગયું હતું. ઉત્તર-પૂર્વીય દિશામાંથી ઠંડા પવનો ફૂંકાતા દિવસભર ઠંડી અનુભવાઈ હતી. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાન ૨૮ ડિગ્રીએ પહોચ્યું હતું.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution