મેરીલેન્ડ-

અમેરિકામાં ૨૬ વર્ષીય યુવતીની મજા સજામાં ફેરવાઈ ગઈ છે. આ યુવતી તેના મિત્રો સાથે બેસીને મિમોસાસ (એક પ્રકારની કોકટેલ) પી રહી હતી, થોડા સમય પછી ખબર પડી કે તેણે કોકટેલ પીવાની મોજમાં પોતાના આગળના દાંત ગુમાવી દીધા. આ ઘટના મેરીલેન્ડની છે અને યુવતીનું નામ ઓટમ છે. આખી ઘટના ઓટમકેથી૬ ટિકટોક યુઝરે શેર કરી છે.

યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર ૩૯ લાખથી વધારે લોકોએ જાેયો છે. વીડિયોમાં યુવતી બોલે છે, ૪ મિમોસાસ પછીની હું, તેનો મિત્ર બોલે છે, ૮ મિમોસાસ પછીનો હું. આમ તેઓ એક પછી એક કોકટેલ પીતા જાય છે અને વીડિયો શૂટ કરતા જાય છે.

થોડીવાર પછી ઓટમનાં આગળના દાંત પડી જતા બધાને આશ્ચર્ય થયું હતું. વીડિયોના કેપ્શનમાં લખ્યું, મિમોસાસ એક ડ્રગ છે. દાંત પડી ગયા હોવા છતાં પણ યુવતી હસી રહી હતી અને બોલી, હું ઓકે છું. ચિંતા જેવું કંઈ નથી. ફરીથી ફિક્સ થઇ જશે.