ભારતની મદદ માટે આ દેશની 40 કંપનીઓએ બનાવી વૈશ્વિક ટાસ્ક ફોર્સ

દિલ્હી-

ભારત કોરોના વાયરસના ભયંકર પ્રકોપ સામે ઝઝૂમી રહ્યું છે. અહીં ચોતરફ સંક્રમણની બીજી લહેરથી અફરાતફરી મચી જવા પામી છે, પરંતુ આ ઘાતક બીમારી સામેની લડાઈમાં દેશ એકલો નથી. ભારતને સંકટ સ્થિતિમાંથી બહાર કાઢવા માટે ઘણા દેશ અને જાણીતી હસ્તીઓ આગળ આવી રહી છે. આજ અનુસંધાને અમેરિકાની ટોચની ૪૦ કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારીએ મદદનો હાથ વધારતા એકજૂથતાનું એક મોટું ઉદાહરણ રજૂ કર્યું છે. તમને જણાવી દઈએ કે, આ ૪૦ કંપનીઓના ઝ્રઈર્ંએ એક વૈશ્વિક ટાસ્ક ફોર્સ બનાવી છે, જેથી ભારતની મદદ માટે સંશાધન એકત્ર કરી શકે.

ડેલાઇટના ઝ્રઈર્ં પુનિત રંજને કહ્યું કે, ચેમ્બર્સ ઓફ કોમર્સની ેંજી ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ અને ેંજી ઈન્ડિયા સ્ટ્રેટેજિક એન્ડ પાર્ટનરશીપ ફોરમે સોમવારે થયેલી બેઠકમાં સામૂહિક પહેલ હેઠળ બનેલી ટાસ્ક ફોર્સે આગામી અઠવાડિયાઓમાં ભારતમાં ૨૦ હજાર ઑક્સિજન મશીનો મોકલવાની પ્રતિબદ્ધતા દેખાડી છે. મહામારી પર આ વૈશ્વિક ટાસ્ક ફોર્સ ભારતને મહત્ત્વનો ચિકિત્સા સામાન, વેક્સીન, ઑક્સિજન અને અન્ય જીવન રક્ષક સહાયતા ઉપલબદ્ધ કરાવશે. કોઈ દેશમાં સ્વાસ્થ્ય સંકટને પહોંચી વળવા માટે બનેલા આ પ્રકારના પહેલા વૈશ્વિક ટાસ્ક ફોર્સને લઈને અમેરિકાના વિદેશ મંત્રી ટોની બ્લિન્કને પોતાની પ્રતિક્રિયા આપી છે.

તેમણે ટ્‌વીટ કરીને કહ્યું કે, આ વાતચીત દેખાડે છે કે કઈ રીતે ભારતના કોરોના સમાધાન માટે અમેરિકા અને ભારત પોતાની વિશેષજ્ઞતા અને ક્ષમતાઓનો લાભ ઉઠાવી શકે છે. પુનિત રંજને એક સવાલના જવાબમાં કહ્યું કે, અઠવાડિયામાં અમેરિકાની ઘણી કંપની એક સાથે આવી. અમે દરેક સંભવિત મદદ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. જેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, પહેલી લહેરથી સફળતાપૂર્વક પાર પડ્યા બાદ અમે ખૂબ આશ્વસ્ત છીએ. અમારું મનોબળ ઉપર છે, પરંતુ આ લહેરે દેશને ડગમગાવી દીધો છે. હવે અમારી જવાબદારી કોઈ પણ રીતે તેને પહોંચી વળવાની છે.

પુનિત રંજને કહ્યું કે, સૌથી જરૂરી ઑક્સિજન અને તેના કંસન્ટ્રેટર્સ છે. આગામી કેટલાક અઠવાડિયાઓમાં ભારતમાં ૨૦ હજાર ઑક્સિજન કંસન્ટ્રેટર્સ મોકલાશે. સાથે જ કહ્યું કે, પહેલી ૧૦૦૦ મશીનો આ અઠવાડિયામાં પહોંચી જશે અને ૫ મે સુધીમાં ૧૧ હજાર મશીનો પહોંચવાની સંભાવના છે. બીજાે મુદ્દો ૧૦ લીટર અને ૪૫ લીટર ક્ષમતાના ઑક્સિજન સિલિન્ડર મોકલશે. ડેલોઇટના ઝ્રઈર્ંએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટપતિ જાે બાઈડેન વચ્ચે વાતચીત અને ભારતને તાત્કાલિક ચિકિત્સા પુરવઠો આપવાના અમેરિકાના ર્નિણયનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે, બંને દેશ સ્વાભાવિક સહયોગી છે. તેમણે એ જાણકારી પણ આપી કે ડેલોઇટના ભારતમાં લગભગ ૨,૦૦૦ કર્મચારી કોરોના વાયરસથી સંક્રમિત છે. 

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution