વડોદરા

કોરોનાને ભૂલી જઇને આજે લોકોએ રવિવારની રજા માણી હતી. બીજી તરફ કોરોનાના ભય વગર જ સોશિયલ ડિસ્ટન્સિંગને ભૂલી જઇને ભારે ધસારો લોકોએ હરવાફરવાના સ્થળોએ કર્યો હતો. જે કમાટીબાગમાં જાેવા મળેલા ભારે ધસારા દ્રશ્યોથી કોરોના ભૂલીને લોકો પૂર્વવત રીતે જીવન જીવી રહ્યા હોવાનું દર્શાવે છે. કમાટીબાગના પ્રવેશ ધ્વાર ખાતે જ મહિલાઓ અને બાળકોએ ભારે ધસારો કર્યો હોવાના દ્રશ્યો જાેવા મળ્યા હતા તે પણ લોકોને કોરોનાનો કોઇ જ ડર નથી તે દર્શાવતું હતું. કમાટીબાગ ઉપારંત વિવિધ શોપિંગ મોલ્સમાં આજે ભારે ગિર્દીના પગલે લારી ગલ્લાવાળા તથા વેપારીઓમાં આનંદની લાગણી વ્યાપી હતી. શહેરમાં સ્કૂલ અને કોલેજાે ખુલી રહી છે ત્યારે લોકોનો ભારે ધસારો આજે જાેવા મળ્યો હતો. કમાટીબાગ એક વર્ષ પછી હાઉસફૂલ થઇ જવા પામ્યો હતો. આખો દિવસ આજે કમાટીબાગ સહેલાણીઓથી ધમધમી ઉઠ્‌યો હતો. બીજી તરફ જાેય રાઇડમાં પણ મુસાફરી કરવા માટે બાળકો અને તેમના વાલીઓને પણ અડધો કલાકથી કલાક સુધી લાઇનમાં ઉભું રહેવું પડ્યું હતું. વિવિધ શોપિંગ મોલ્સના પાર્કિંગ પણ હાઉસફૂલ થઇ જવા પામ્યા હતા. જે લોકોનો ભારે ધસારો દર્શાવતા હતા. આવતીકાલ તા.૮મી કોલેજાે શરૃ થઇ રહી છે તે પૂર્વ શોપિંગ મોલ્સમાં યુવાનો મોટા પ્રમાણમાં ઉમટી પડ્યા હતા શોપિંગ મોલ્સમાં આવેલા વિવિધ શો રૃમ્સના સંચાલકોએ પણ તેમની પાસેના માલનું વધુ વેચાણ થાય તે માટે ૨૬મી જાન્યુઆરીથી શરૃ કરેલી સેલ ઓફર હજી સુધી લંબાવી છે. આજે ગ્રાહકોએ મોટા પ્રમાણમાં આ ઓફરનો લાભ લીધો હતો. ખાસ કરીને તૈયાર પોષાક, ડ્રેસ મટિરિયલ્સ, પગરખા, પ્રોવિઝન , કોસ્મેટિક સહિતની ચીજાેના વેચાણ માટેની ૩૦ટકા થી ૭૦ ટકા સુધીના સેલની ઓફર વેપારીઓએ ગ્રાહકોને આપી હતી. શોપિંગ મોલ્સમાં જે રીતે ગ્રાહકોની સંખ્યા વધી રહી છે તે જાેતાં વેપાર ધંધા કોરોના સમય પૂર્વેની આર્થિક પ્રવૃત્તિઓ દર્શાવતા હતા.