રાજકોટ -

રાજકોટ જીલ્લાના ગોંડલ વિસ્તારમાં આજે સવારે ભૂકંપ આવતા ધારા ધ્રુજી હતી, લોકો તરત ઘરની બહાર દોડી આવ્યા હતા, સિસ્મોલોજી ડીપાર્ટમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ભૂકંપ 1.8 ની તીવ્રતા મેગ્નીટ્યુડ પ્રમાણે નોંધાઈ છે, કહેવામાં આવે છે કે, ભૂકંપનું કેન્દ્ર બિંદુ ગોંડલ થી 29 કી.મી દુર પાંચપીપળાના ભૂગર્ભમાં 12.3 કી.મી નીચે નોંધાયું છે, કહેવામાં આવે છે કે, આ ભૂકંપના લીધે કોઈ જાતના જાનમાલના નુકશાનની જાણકારી પ્રાપ્ત થઇ નથી, કહેવામાં આવે છે કે, રાજકોટમાં એક જ દિવસમાં 3 વાર ભૂકંપના ઝાટકા નો અનુભવ કરવામાં આવ્યો છે, ભૂકંપનું એપી સેન્ટર લોધીકાના ખાંભા ગામની સીમમાં નોંધાયું હતું, પણ તીવ્રતા વધુ નહિ હોવાના કારણે લોકોને વધારે મોટા પ્રમાણમાં લાગ્યું નથી, આજુબાજુના માખાવડ સહિતના ગામોમાં જોરદાર ધડાકાનો અવાજ લોકોને સાંભળવા મળ્યો હતો. તેનું કેન્દ્ર બિંદુ લોધિકા ગામની સીમમાં 15 કી.મી નીચે ભૂગર્ભમાં નોંધાયું છે.