પાદરા 

પાદરા તાલુકાના વડુ ગ્રામ પંચાયતમાં તેમજ માસારોડ આઉટ પોસ્ટ પોલીસ ચોકીમાં આગામી ધાર્મિક તહેવારોને અનુસંધાને હિન્દુ-મુસ્લિમ આગેવાનોની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, વડુના પીઆઈ એસ.ડી.ધોબીએ આગામી તહેવારોને લઈને જરૂરી સૂચના તેમજ તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

પાદરાના વડુ ગ્રામ પંચાયતમાં તેમજ માસારોડ આઉટ પોસ્ટ પોલીસ ચોકીમાં વડુના પીઆઈ એસ.ડી.ધોબીના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની એક બેઠક મળી હતી તેમજ માસારોડ હે.કો. રજનીકાંત તેમજ પોલીસ સ્ટાફે ગણેશોત્સવ તથા મોહરમ જેવા ધાર્મિક તહેવારોના અનુસંધાને આજુબાજુના ગામના સરપંચો તેમજ હિન્દુ-મુસ્લિમ આગેવાનોની ઉપસ્થિતિમાં મિટિંગનું આયોજન થયું હતું.