18, જાન્યુઆરી 2021
મુંબઇ:
મહારાષ્ટ્રનાં પુણેમાં એક વ્યક્તિએ ફિલ્મકાર અને એક્ટર મહેશ માંજરેકર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદકર્તાનો આરોપ છે કે ફિલ્મમેકરેતેને થપ્પડ માર્યો અને તેનાં વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કર્યો છે. ફરિયાદકર્તા મુજબ, તેની કાર માંજરેકરની કાર સાથે અથડાઇ હતી. જે બાદ ફિલ્મમેકરેતેને થપ્પડ મારી તેને ગાળો ભાંડી હતી.
યાવત પોલીસ સ્ટેશનનાં એક અધિકારીએ રવિવારે આ ઘટના વિશે વાત કરતાં જણાવ્યું કે, આ બનાવ શુક્રવારે રાત્રે પુણે-સોલાપુર રાજમાર્ગ પર યાવત ગામ નજીક બની હતી. જે બાદ પોલીસે મહેશ માંજરેકર વિરુદ્ધ ઇન્ડયન પિનલ કોડની કલમ મૂજબ કેસ દાખલ કર્યો છે. તેમણે ઉમેર્યું કે, ફરિયાદકર્તા કૈલાશ સતપુતેનો આરોપ છે કે, માંજરેકરે અચાનક જ બ્રેક લગાવી દીધી જેને કારણે તેમની કારની માંજરેકરની કારની પાછળ ટક્કર લાગી ગઇ.
અધિકારીએ જણાવ્યું કે, માંજરેકર પર આરોપ છે કે, તેમણે ટક્કર લાગ્યા બાદ કારમાંથી બહાર આવીને બબાલ કરી હતી. તેમનાં અને કૈલાશ સતપુતે વચ્ચે બબાલ થઇ હતી જે બાદ તેમણે કૈલાશને થપ્પડ મારી દીધો હતો અને ગાળો પણ ભાંડી હતી. આપને જણાવી દઇએ કે, મહેશ માંજરેકર રાષ્ટ્રિય એવોર્ડ વિનર છે. તેમણે ઘણી ફિલ્મોમાં દમદાર રોલ કર્યા છે. અસ્તિત્વ, અને વાસ્તવ જેવી ફિલ્મોનું તેમને ડિરેક્શન કર્યું છે. જ્યારે વોન્ટેડ જેવી ફિલ્મોમા દમદાર રોલ અદા કર્યો છે