ડભોઇ

ડભોઇ ખાતે માર્ગ સલમાતી સપ્તાહની જિલ્લામાં ઉજવણી થઈ રહી છે. જે અંગે જિલ્લા ટ્રાફીક પોલીસ અને ડભોઇ પોલીસ વિભાગ ના સયુક્ત ઉપક્રમે ડભોઇ પોલીસ સ્ટેશન થી બાઇક રેલી યોજાઇ હતી જેમાં ટ્રાફીક ના નિયમો નું પાલન કરવા લોકોમાં જાગૃતી લાવા પ્રયાસ હાથ ધરાયા હતા. સમગ્ર જિલ્લા માં તા.૧૮ જાન્યુઆરી થી ૧૮ ફેબ્રુઆરીએ સુધી ૩૨માં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે અનુસંધાને આજે ડભોઇ પોલીસ વિભાગ અને વડોદરા જીલ્લા ટ્રાફીક વિભાગ ના સયુક્ત ઉપક્રમે બાઇક ઉપર ડભોઇ પોલીસ સ્ટેશન થી જનજાગૃતી રેલી યોજવામાં આવી હતી આ રેલી ડભોઇ પોલીસ સ્ટેશન થી નિકળી ટાવર, નાદોદી ભાગોળ, શિનોર ચોકડી સહિત ડેપો વિસ્તાર માં ફરી પરત પોલીસ સ્ટેશન ફરી હતી આ પ્રસંગે જીલ્લા ટ્રાફીક પી.જે.ખરસાણા, પી.એસ.આઈ.ટી.ડી.ડામોર, હેડ કોન્સ્ટેબલ નરવતભાઇ, દેવીદાસ , બદ્રીભાઈ,તથા સમસ્ત જીલ્લા ટ્રાફિક સ્ટાફ તથા ડભોઇ ટ્રાફીક વિભાગનો સ્ટાફ જાેડાયા હતા.