બોડેલી

બોડેલી તાલુકાના કોસિન્દ્રા પાસે આવેલી મારુતિ કોટન જિન ખાતે ઝ્રઝ્રૈં દ્વારા કાર્યરત ખરીદ કેન્દ્ર ઉપર કપાસ વેચવા આવેલા ખેડૂતોની પીડાને ઉજાગર કરવા પહોંચેલા મીડિયા કર્મીઓનો ઘેરાવો કરવામાં આવ્યો હતો.ત્રણ ખાનગી ચેનલના પ્રતિનિધિઓને જિન માલિક અને ઝ્રઝ્રૈં ના પ્રતિનિધિઓ અને વેપારીઓ દ્વારા અડધો કલાક સુધી બંદી બનાવ્યા હતા બોડેલીના કોસિન્દ્રા ખાતે સીસીઆઈ દ્વારા ગેરકાયદેસર કપાસની ખરીદી કરવાનાં તેમજ કપાસ વેચવા આવેલા ખેડૂતોને પડતી હાલાકી જેવાં પ્રશ્નોને વાચા આપવા પહોંચેલા મીડિયા કર્મીઓનો ઘેરાવો કરવામાં આવ્યો હતો. કોસિન્દ્રા ગામ ખાતે મારુતિ કોટન જિનમાં સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે ખરીદી કરાઈ રહી છે. સરકાર દ્વારા ખેડૂતોની સુખાકારી માટે પોષણક્ષમ ટેકાનો ભાવ તો જાહેર કર્યો પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં ખેડૂતોને ટેકાના ભાવ કરતાં ઓછી રકમ ચૂકવવામાં આવી રહ્યા છે. ખેડૂતોને તેમના કપાસની સામે એક કાચા કાગળની પરચી ઉપર વજન લખી ખેડૂતો સાથે છેતરપિંડી આચરાતી હોવાનું પણ સામે આવ્યું છે. મહામહેનતે પકવેલા પાકને વેચવા માટે ખેડૂતોને મહા મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે.