દેવભૂમિ દ્વારકા, ભારતીય સમુદ્રમાં ગુજરાતનું જહાજ ડૂબ્યું હોવાની માહિતી સામે આવી છે. દેવભૂમિ દ્વારકાના સલાયાથી પોરબંદર જવા નીકળેલું જહાજ દરિયામાં ડૂબ્યું હતું.સલાયા બંદરનું ગોષે જીલાની નામનું માલવાહક જહાજ પોરબંદર માટે રવાના થયું હતું. આ દરમિયાન મધદરિયે ૪૦૦ ટન વજનનું જહાજ ડૂબ્યું હતું. આ ઘટનાની જાણ કોસ્ટગાર્ડને કરવામાં આવી હતી. કોસ્ટગાર્ડની ટીમ તાત્કાલિક મદદે આવી પહોંચી હતી. ડૂબતા જહાજમાંથી ૬ ખલાસીઓને બચાવી લીધા હતા. ખલાસીઓના પરિવારજનો અને જહાજ માલિકે રાહતનો શ્વાસ લીધો છે. જહાજ ડૂબવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.જહાજ ડૂબવા લાગતા છ ખલાસીઓ તરાપાના સહારે દરિયામાં કૂદી પડ્યા હતા. જેની જાણ નજીકમાંથી પસાર થઇ રહેલા અન્ય જહાજ દ્વારા તમામ ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા. આ જહાજ ડૂબવા અને બચાવ કામગીરીનો વીડિયો પણ સામે આવ્યો છે.