નવી દિલ્હી

બુધવારે પૂર્ણ ચંદ્રગ્રહણ થશે પરંતુ તે ઉત્તરપૂર્વ ભારત, પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો અને ઓડિશા અને આંદામાન અને નિકોબાર ટાપુઓના કાંઠાળ વિસ્તારોમાંથી ટૂંક સમય માટે જ જોવામાં મળશે. ભારત હવામાન વિભાગ (આઇએમડી) ના અનુસાર ગ્રહણ દક્ષિણ અમેરિકા, ઉત્તર અમેરિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા, પેસિફિક મહાસાગર અને હિંદ મહાસાગરમાં જોવા મળશે.

આઇએમડીએ કહ્યું ભારતમાં ગ્રહણનો આંશિક તબક્કો ઉત્તર પૂર્વી ભાગ (સિક્કિમ સિવાય), પશ્ચિમ બંગાળના ભાગો, ઓડિશાના કેટલાક કાંઠાળ વિસ્તારો અને ભારતના આંદામાન અને નિકોબાર ટાપુઓ પર ચંદ્રદય પછી તરત જ જોવામાં આવશે."

ગ્રહણનો આંશિક તબક્કો બપોરે ૩:૩૦ વાગ્યે શરૂ થશે અને સાંજે ૬:૨૩ વાગ્યે સમાપ્ત થશે. જ્યારે સંપૂર્ણ તબક્કો સાંજે ૪:૩૯ વાગ્યે શરૂ થશે અને સાંજે ૪:૪૫ વાગ્યે સમાપ્ત થશે. વિભાગ અનુસાર પોર્ટ બ્લેરથી ગ્રહણ સાંજે ૫ઃ૩૮ થી ૫:૪૫ મિનિટ સુધી જોઇ શકાય છે, જે ભારતમાં ગ્રહણનો મહત્તમ સમય રહેશે. તે સાંજે ૬:૨૧ દરમિયાન પુરી અને માલદાથી પણ જોઇ શકાશે, પરંતુ અહીં ફક્ત બે મિનિટ માટેનો નજારો જોવા મળશે.

ભારતમાં આગામી ચંદ્રગ્રહણ ૧૯ નવેમ્બરના રોજ જોવા મળશે. તે આંશિક ચંદ્રગ્રહણ હશે. ચંદ્રોદય પછી અરુણાચલ પ્રદેશ અને આસામના દૂર પૂર્વોત્તર ભાગોમાં ખૂબ ટૂંકા સમય માટે આંશિક તબક્કો આવશે. જ્યારે ચંદ્રગ્રહણ પૂર્ણ ચંદ્રના દિવસે થાય છે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે અને જ્યારે ત્રણેય સીધી રેખામાં હોય છે.