અમદાવાદ-

પતિ પત્ની પર ખોટી શંકા રાખીને દિવસમાં ત્રણ થી ચાર વાર મરજી વિરુદ્ધ સંબંધ બાંધતો હતો. એટલુ જ નહીં પત્ની નાવા માટે જાય તો પણ બાથરૂમનો દરવાજો ખુલ્લો રખાવતો અને જો પત્ની દરવાજો બંધ કરે તો મારઝુડ કરતો હતો. રોજ બરોજ આ રીતે પતિ પત્નીની મરજી વિરુદ્ધ સંબંધ બાંધતો હોવાથી તંગ આવેલી પત્નીએ 181 ની મદદ માંગી હતી. જેથી 181 ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી પતિનું કાઉન્સેલીંગ કરી પત્નીની માંફી મંગાવી જબરદસ્તી સંબંધ નહીં બાધે તેવી બાહેધરી અપાવી મામલો થાળે પાડ્યો હતો.

શહેરમાં એક અજીબ કિસ્સો પ્રકાશનમાં આવ્યો છે. જેમાં એક મહિલાના લગ્ન 18 વર્ષ પહેલા થયા હતા. લગ્ન જીવનમાં મહિલાએ બે બાળકોને જન્મ આપ્યો હતો. લગ્ન જીવન સારી રીતે ચાલુ હતુ. જો કે કોરોના મહામારી ના કારણે લોકડાઉન લાદવામાં આવ્યું હોવા બાદથી પતિ પત્ની પર ખોટી શંકા રાખતો હતો. પતિને એવી શંકા હતી કે તેની પત્ની તેના જીજાજી જો ડે અફેરમાં છે અને રોજ સંબંધ બાંધ છે. જેના કારણે પતિ દિવસમાં 3 થી 4 વાર પત્નીની મરજી વિરુદ્ધ સંબંધ બાધવા લાગ્યો હતો. જો બાળકો ઘરે હોય તો તેમને રમાવા માટે ઘરની બહાર મોકલી દેતો અને પત્નીની મરજી વિરુદ્ધ સંબંધ બાંધતો હતો. એટલું જ નહીં પત્ની નાવા માટે જાય તો બાથરૂમનો દરવાજો પણ ખુલ્લા રાખવાનું જણાવતા હતો. જો પત્ની દરવાજો બંધ કરે તો પતિ તેની સાથે મારઝુડ કરી દરવાજો ખોલાવતો હતો. જેથી તંગ આવીને પત્નીએ 181 ની મદદ માંગી હતી. 181 ની ટીમને જાણ થતા ઘટના સ્થળ પર પહોંચી પતિનું કાઉન્સેલીંગ કરતા જણાવ્યું હતું કે, પત્ની પર ખોટી શંકા રાખીને તેની સાથે દિવસમાં 4 વખત મરજી વિરુદ્ધ સંબંધ રાખવા તે ખોટી બાબત છે, તમારી પત્નીને તમારા જીજાજી જો ડે અફેર નથી. તેમ જણાવી કાયદાકીય માહીતી આપી હતી. જેથી પતિને પોતાની ભુલ સમજાતા પત્નીની માંફી માગી ફરી વખત જબરસ્તીથી સંબંધ નહી રાખે તેવી બાહેધરી આપી હતી. આ રીતે 181 ની ટીમે પતિ-પત્ની વચ્ચે સુખદ સમાધાન કરાવ્યું હતું.