દિલ્હી-

છેલ્લા કેટલાક દિવસોથી ફેસબુક હેટ સ્પીચને લઇને વિવાદ ચાલી રહ્યો છે. આ બાબતે વિપક્ષે પણ સરકારને અનેક વાર ઘેરી હતી. વિદેશી સમાચાર પત્રમાં છપાયેલ એક અહેવાલ પછી આ વિવાદે જોર પકડ્યુ હતું

હેટ સ્પીચ કેસમાં ભાજપના નેતાઓ સામે કાર્યવાહી નહીં કરવાના આક્ષેપોમાં ફેસબુકે ભાજપના ધારાસભ્ય સામે કાર્યવાહી કરી છે. ફેસબુકે ભાજપના ધારાસભ્ય ટી રાજા સિંહને તેલંગાણાથી પ્રતિબંધિત કરી દીધો છે. ભાજપ નેતા પર નફરત અને હિંસાને પ્રોત્સાહન આપતી સામગ્રી પર ફેસબુકની નીતિનું ઉલ્લંઘન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ફેસબુકના પ્રવક્તાએ આ માહિતી આપી.