ભુજ, કોરોના વાયરસના પગલે રાજ્ય સરકાર દ્વારા નવરાત્રિમાં માત્ર ૪૦૦ ખેલૈયાને જ શેરી ગરબા રમવાની મંજૂરી આપવામાં આવી છે. કચ્છના નાના રણના સીમાડે આવેલા પાટડી પાંચહાટડી વિસ્તારમાં યોજાતી પરંપરાગત નવરાત્રીમાં યુવાનો મોઢે માસ્ક પહેરી ભરવાડી ડ્રેસમાં ‘વાણીયા’ બને છે.આ ‘વાણીયા’ નવરાત્રિમાં નાના-નાના ભુલકાઓને ચોકલેટ આપી મનોરંજન પુરૂ પાડવાની સાથે લોકોને શિસ્તના પાઠ પણ શીખવે છે. બહેનો અને ભાઇઓના ગરબા અલગ-અલગ રમાડાય છે. આ વર્ષે માત્ર ૪૦૦ ખેલૈયાઓ સાથે શેરી ગરબાને છૂટ આપવાની રાજ્ય સરકાર દ્વારા હિલચાલ ચાલી રહી છે. આ નવલી નવરાત્રિમાં આખી રાત ગરબે ઘુમવા યુવાધન હિલોળે ચઢ્યું છે. કચ્છના નાના રણના સીમાડે આવેલા પાટડી પાંચહાટડી ચોકમાં આઝાદીથી પરંપરાગતરીતે ગરબા યોજાય છે. જેમાં ગ્રામ્ય સંસ્કૃતિને ધ્યાનમાં રાખી આજે પણ બહેનો અને ભાઇઓના ગરબા અલગ-અલગ રમાડાય છે. લોકોને શીસ્તના અનોખા પાઠ પણ શીખવવામાં આવે છેપાટડી પાંચહાટડી ચોકમાં યોજાતા ગરબાની સૌથી વિશેષ ખાસીયત એ છે કે, અહીં ચોથા-પાંચમાં નોરતાથી ત્રણથી ચાર નવયુવાનો સફેદ ભરવાડી ડ્રેસમાં સજ્જ બની મોંઢે માસ્ક પહેરી ‘વાણીયા’ બને છે. આ વાણીયા બહેનો ગરબે રમતા હોય ત્યારે કુંડાળાની અંદર હાથમાં દાંડીયા સાથે ગરબેના રમતી મહિલાઓને ગરબામાં જાેડાઇ જવા અને બહેનોના ગરબામાં અડચણરૂપ રીતે ઊભેલા યુવાનોને દાંડીયાના ઇશારે ત્યાંથી હટી જવાની સુચના આપવાની સાથે લોકોને શીસ્તના અનોખા પાઠ પણ શીખવે છે. આ વાણીયા ગરબા દરમિયાન નાન‍ા-નાના ભુલકાઓને ચોકલેટ આપી મનોરંજન પણ પુરૂ પાડે છે.

વધુમાં આ ‘વાણીયા’ બનેલા યુવાનોના દોસ્તારોની ટીમ એમની ચાલવા અને ઇશારો કરવાની સ્ટાઇલ પરથી એમને અનુમાનના આધારે વિવિધ નામો પોકારી ઓળખવાનો પ્રયત્ન પણ કરે છે. પાટડી સહિત આજુબાજુના ગ્રામજનો માટે આકર્ષણનું કેન્દ્રઆ અંગે પાટડી પાંચહાટડી ચોકના નવરાત્રીના આયોજક હર્ષદભાઇ પટેલ અને કિશોરભાઇ ઠક્કર જણાવે છે કે, પાટડીની પાંચહાટડી ચોકમાં વર્ષોથી પરંપરાગતરીતે યોજાતા ગરબામાં ‘વાણીયા’ બનવાની પરંપરા સમગ્ર ગુજરાતમાં એકમાત્ર પાટડીમાં આજેય હોંશભેર યોજાય છે.