વડોદરા : ખેડૂત આંદોલનને સમર્થન આપતી અને સરકાર વિરોધી પોસ્ટ કરનાર યુવકે સોશિયલ મીડિયામાં પી.એમ.ને આડકતરી રીતે ધમકી આપી હોવાનું જણાવી પોલીસે યુવાનને છાણી જકાત નાકા પાસે આવેલી મારુતિ ટાઉનશિપમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શૈલેષ પરમાર નામનો યુવક ‘ખંભાત કિસાન’ નામનું ફેસબુક પેજ ધરાવે છે. દેશમાં હાલમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને ધ્યાનમાં રાખીને શૈલેષ પરમારે આ ફેસબુક પેજ ઉપર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આડકતરી રીતે ધમકી આપતો હોય એવી ૮ જુદી જુદી પોસ્ટ મુકી હતી. ફેસબુક ઉપરાંત વોટ્‌સએપ ઉપર પણ આવા સંદેશા મુકયા હોવાનું પોલીસના ધ્યાન ઉપર આવતાં રાષ્ટ્રીય એકતા તેમજ રાજ્ય વિરુદ્ધ અને જાહેર શાંતિ જાેખમાય એવી પોસ્ટ હોવાનું માની શૈલેષ પરમારને ઝડપી પાડયો હતો.  

શૈલેષ પરમારની વિવાદિત પોસ્ટ

મોદીજી થોડું સંભાળજાે, તમારા જે બોડીગાર્ડ છે તે ખેડૂતના છોકરાઓ છે, ગોળી તમારા ભેજામાં મારીને તાબડતોબ નિર્ણય ન કરી નાખે, મોદીજી ખેડૂતો ભગતસિંહની ઓલાદ છે તેમને ઉગારતાં આવડે છે તો ઉખાડતાં પણ આવડે છે, હિન્દુ ખેડૂતો ખતરામાં છે, ક્યાં મરી ગયા છો નકલી ઢોંગી હિન્દુ સંગઠનો...