અમદાવાદ-

આમ આદમી પાર્ટીએ કોરોનાથી મૃત્યુ પામેલા મૃતકના પરિવારજનોના સાથે સંવેદના વ્યક્ત કરવા માટે જન સંવેદના મુલાકાતની શરૂઆત કરી છે. તેનું પ્રથમ ચરણમાં 28 જૂનથી સોમનાથ મહાદેવના દર્શન કરીને શરૂ થયેલા જે સંવેદના યાત્રા 28 જુલાઇના રોજ બનાસકાંઠાના અંબાજી ખાતે પૂર્ણ થઈ હતી. જેનો લોકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો. 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીકમાં છે. ત્યારે પાટીદારોએ આમ આદમી પાર્ટીના પક્ષે હોવાનો કેટલી વખત ઈશારા આપી દીધા છે. આ ઉપરાંત ગોપાલ ઇટાલીયા પણ આમ આદમી પાર્ટીમાં મહત્વની જવાબદારી નિભાવી રહ્યા છે. પાટીદારોના ગઢ સુરતમાં પણ આમ આદમી પાર્ટીએ સફળતા મેળવી છે. ત્યારે પાટીદારોના ધાર્મિક આસ્થાના સ્થળ એવા ઉમિયાધામથી આ યાત્રા શરૂ કરીને આમ આદમી પાર્ટીએ પોતાના રાજકીય હરિફોને આડકતરી ચેતવણી આપી દીધી છે. યાત્રાનો બીજો ફેઝ 06 ઓગસ્ટ એટલે કે આજથી ઊંઝા ખાતેના ઉમિયાધામથી શરૂ થશે અને 16 સપ્ટેમ્બરના રોજ ગાંધી દાંડી સ્મારક ખાતે પૂર્ણ થશે.