ભૂજમાં AAPના કાર્યકર્તાઓની ઈમરાન ખાનના પૂતળા દહન વખતે અટકાયત
07, ઓગ્સ્ટ 2020

ભુજ-

કચ્છનો સિરક્રિક વિસ્તાર અને સૌરાષ્ટ્રના જૂનાગઢ, માણાવદર વિસ્તારની અંકુશ રેખા પાકિસ્તાને પોતાના નકશામાં દર્શાવી દેતા તેના પ્રત્યાઘાતો સમગ્ર ભારત દેશમાં જોવા મળી રહ્યાં છે.

ત્યારે આજે ભુજ શહેરના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે યોગેશ પોકારનાં નેજા હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને પાકિસ્તાન અને પડોશી દેશના વડાપ્રધાન ઇમરાન ખાન વિરુદ્ધ સુત્રોચાર કર્યા હતાં ઇમરાન ખાનના પુતળાનું દહન કરવા સમયે જાહેરમાં પુતળાનું દહન ન કરવું કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ધ્યાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો ત્યારે પાર્ટીના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરવોએ ભારતના નાગરીકોનો હક્ક હોવાની વાત કરી હતી અને કાયદાનું ઉલ્લંઘન ન થાય તેમાટે આમઆદમી પાર્ટીના કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution