કોલકત્તામાં રહેતા અભિજીતે ABP ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હા આ સાચું છે પણ ચિંતા જેવું કઈ નથી. મારા દીકરા ધ્રુવને કોરોનાના કોઈ લક્ષણ ન હતા. તે ઘરે જ છે અને હાલ સ્વસ્થ છે. બોલિવૂડમાં ઘણા સેલેબ્સ અને તેમના પરિવારના લોકો કોરોનાનો શિકાર થઇ ગયા છે.

સૌ પ્રથમ સિંગર કનિકા કપૂર કોરોના પોઝિટિવ આવી હતી અને હવે અન્ય સિંગરના ઘરે કોરોનાની એન્ટ્રી થઇ છે. સિંગર અભિજીત ભટ્ટાચાર્યના દીકરા ધ્રુવનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે એક ટૂર માટે વિદેશ જવાનો હતો અને તેણે સાવચેતી માટે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો. આ વિશે સિંગર અભિજીતે એક ન્યૂઝ ચેનલને જાણકારી આપી છે.

અભિજીતે જણાવ્યું કે, 28 વર્ષીય મારો દીકરો એક રેસ્ટરાં ચલાવે છે અને થોડા દિવસથી એક ઇન્ટરનેશનલ ટૂર પર જવાનું પ્લાનિંગ કરી રહ્યો હતો. આ જ કારણે તેણે સાવચેતી માટે કોરોના ટેસ્ટ કરાવ્યો અને ખબર પડી કે તે કોરોના પોઝિટિવ છે.