ભાવનગર,ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ તેના રાબેતા મુજબ સમય પ્રમાણે ૫ઃ૩૦ કલાકે ઉપડ્યું હતું, ઘોઘાથી થોડે જ દૂર કાદવમાં ફસાતા અનેક મુસાફરો પરેશાન થયા હતા. કાદવમાં ફસાયેલા જહાજમાં ૫૦૦ જેટલા મુસાફરો અને ૫૦ થી ૬૦ વાહનો ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીના જણાવ્યા મુજબ ભરતી આવશે એટલે જહાજ શરૂ થઈ જશે. તો બીજી તરફરો રો ફેરીના તમામ ફોન બંધ આવતા વધુ વિગતો મળી શકી ન હતી.છેલ્લા બે કલાકથી રો-રો ફેરી સર્વિસના જહાજ ને ૨ ટગ દ્વારા બહાર કાઢવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે, પણ હજુ સુધી ફેરી બહાર કાઢવામાં સફળતા મળી ન હતી. રો-રો ફેરી માં રહેલા મુસાફરો છેલ્લા બે કલાક થી વધારે સમયથી પરેશાન રહ્યા હતા, હજુ પણ કલાકો કરતા વધારે સમય રો-રો ફેરીના જહાજ ને બહાર કાઢવામાં લાગે તેવી પૂરી શક્યતા દેખાઈ રહી છે.ઘોઘા-હજીરા ફેરી ટ્રીપ ઘોઘા થી સાંજે ૫ઃ૩૦ વાગે ઉપડવાની હતી, જે વાતાવરણને કાદવમાં ફસવાના કારણે ૨ કલાક જેટલો સમય થયો છતાં પણ તે ઉપડી શકી ન હતી. આ અંગે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ના અધિકારી સાથે વાત કરતા જણાવ્યું હતું કે ઘોઘા રો રોથી ૫૦૦ મીટર દૂર પાણી ઘટવાથી બંધ થયું છે, પાણી ની ભરતી આવશે એટલે શરૂ થઈ જશે. આ ફેરી ૫૦૦ જેટલા મુસાફરો છે અને ૬૦ થી ૭૦ જેટલા વાહનો છે.